Western Times News

Gujarati News

વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, દેશમાં 19 દિવસો સુધી મેટ્રો (Metro) સેવા બંધ રહ્યાં બાદ આજથી 7 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થઇ રહી છે. અનલૉકના  ચોથા તબક્કાના અંતર્ગત સરકારે સાત સપ્ટેમ્બર એટલે કે સોમવારથી રાજ્યોમાં તબક્કાવાર રીતે મેટ્રો સેવા ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી હતી.

https://westerntimesnews.in/news/69930

અમદાવાદમાં (Ahmedabad Metro) પણ મેટ્રો અમદાવાદમાં પણ મેટ્રો રૂટ ચાલુ કરવામાં આવ્યાં છે. શહેરમાં સવારે 11 થી 12.10 કલાક મેટ્રો ચાલશે. જ્યારે સાંજે 4.25 થી 5.10 કલાક સુધી મેટ્રો ટ્રેનની સેવા મળશે. લૉકડાઉનને કારણે 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી. હજુ અમદાવાદમાં લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી કરવાનું ટાળે છે. અમદાવાદમાં ટુ વ્હીલર પર લોકો સરળતાથી ફરી શકતા હોવાથી મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા નહિવત છે. જો કે મેટ્રોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સેનિટાઈઝેશનની કાળજી રાખવામાં આવી રહી છે.

મેટ્રો ટ્રેનમા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની રુપિયા 10ની ટીકીટ છે. મેટ્રો ટ્રેનમાં રોજના  લગભગ 1000 મુસાફરો મુસાફરી કરે છે. જેની પ્રતિદિન દસ હજારની આવક થાય છે. લૉકડાઉનમાં મેટ્રો રેલ સેવાને 16.70 લાખ જેટલું નુકસાન થઇ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.