હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેકનો.એ IPO અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 315.90 કરોડનું ફંડ ઊભું કર્યું
ગવર્ન્મેન્ટ ઓફ સિંગાપોર, ગોલ્ડમેન સાક્સ, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, નોમુરા ફંડ્સ આયર્લેન્ડ, જ્યુપિટર ઇન્ડિયા અને પેસિફિક હોરિઝોન ઇન્વેસ્ટમેન્ટ – કેટલાંક ટોચના આંતરરાષ્ટ્રીય એન્કર રોકાણકારો
- ટોચના 25 એન્કર રોકાણકારોને ઇક્વિટી શેરદીઠ રૂ. 166ના ભાવે (ઇક્વિટી શેરદીઠ શેર પ્રીમિયમ રૂ. 164 સહિત) 1,90,30,541 ઇક્વિટી શેરની ફાળવણી કરી
‘બોર્ન ડિજિટલ, બોર્ન એજાઇલ’ તરીકે પોઝિશન ધરાવતી હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીસ લિમિટેડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગમાં કાર્યરત છે અને એના ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જેણે એની એન્કર બુક સબસ્ક્રિપ્શનના ભાગરૂપે રૂ. 315.90 કરોડનું ફંડ ઊભું કર્યું હતું. 25 ટોચના રોકાણકારોને ઇક્વિટી શેરદીઠ અપર પ્રાઇસ બેન્ડ રૂ. 166 (ઇક્વિટી શેરદીઠ રૂ. 164ના શેર પ્રીમિયમ સહિત)ના ભાવે 1,90,30,541 ઇક્વિટી શેરની ફાળવણી કરવામાં આવી હતી.
એન્કર રોકાણકારો નીચે મુજબ છેઃ ગવર્ન્મેન્ટ ઓફ સિંગાપોર (5.70%), આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ (5.06%), એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ (5.06%), ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ (5.06%), ગોલ્ડમેન સાક્સ ઇન્ડિયા ફંડ લિમિટેડ (5.06%), HDFC લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (5.06%), ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (5.06%), જ્યુપિટર ઇન્ડિયા ફંડ (5.06%), કોટક મ્યુચ્યુઅલ ફંડ 5.06%, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ફંડ – 225 (5.06%), નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ (5.06%), નોમુરા ફંડ્સ આયર્લેન્ડ પબ્લિક લિમિટેડ કંપની –
નોમુરા ફંડ્સ આયર્લેન્ડ – ઇન્ડિયા ઇક્વિટી ફંડ (5.06%), પેસિફિક હોરિઝોન ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પીએલસી (5.06%), SBI મ્યુચ્યુઅલ ફંડ (5.06%), ફિડેલિટી એશિયન વેલ્યુઝ પીએલસી (4.41%), સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ (2.41%), આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (2.41%), અમુન્દી ફંડ્સ SBI FM ઇન્ડિયા ઇક્વિટી (2.41%), એવેન્ડસ એબ્સોલ્યુટ રિટર્ન ફંડ (2.41%), IIFL સ્પેશ્યલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – સીરિઝ 5 (2.41%), ઇન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજીસ એશિયા પ્રાઇવેટ લિમિટેડ (2.41%), L&T મ્યુચ્યુઅલ ફંડ (2.41%), મલાબાર ઇન્ડિયા ફંડ લિમિટેડ (2.41%), મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (2.41%), SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (2.41%).
ઓફર 7 સપ્ટેમ્બર, 2020ને સોમવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 9 સપ્ટેમ્બર, 2020ના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 165થી રૂ. 166 નક્કી કરવામાં આવી છે. ઓફરમાં રૂ. 110 કરોડના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 35,663,585 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ”) સામેલ છે, જેમાં 8,414,223 ઇક્વિટી શેર અશોક સૂટાના (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) અને 27,249,362 ઇક્વિટી શેર CMDB II (“ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર સાથે સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”) સામેલ છે.
બિડ લઘુતમ 90 ઇક્વિટી શેર માટે કરી શકાશે અને પછી 90 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ શેરદીઠ રૂ. 2 છે