મિશન મિલિયન ટ્રીઝ : ૪૦ દિવસમાં સાડા સાત લાખ રોપાનો લક્ષ્યાંક
૬ જુનથી ર૧ જુલાઈ સુધી માત્ર અઢી લાખ રોપા લગાવવામાં આવ્યા |
પ્રોજેકટ નિષ્ફળતાના ડરથી કમીશ્નર પરેશાનઃ ટાર્ગેટ પૂર્ણ કરવાની ચાવી ચુંટાયેલી પાંખ પાસે હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં “હરીયાળી ક્રાંતિ”લાવવા માટે મ્યુનિ. કમીશ્નરે દસ લાખ રોપા લગાવવામાં જાહેરાત કરી હતી. જેની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસથી કરવામાં આવી હતી. મ્યુનિ.કમીશ્નરે તેમના પ્રોજેકટની સફળતા માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને વેપારી એશોસીએશન્ટનો પણ સાથ લીધો છે. તેમ છતાં સદ્દર પ્રોજેકટમાં લક્ષ્યાંક પૂર્ણ થાય તેવી શકયતા નહીવત છે.
“મીશન મીલીયન ટ્રીઝ” પ્રોજેકટની અંતિમ તારીખ આડે માત્ર ૪૦ દિવસ બાકી રહયા છે. જેની સામે માંડ રપ ટકા ટાર્ગેટ પૂર્ણ થયો છે. સદ્દર પ્રોજેકટ નિષ્ફળ જવાની ભીતિ હોવાના કારણે કમીશ્નરે તેમાં અંગત રસ લેવાનું બંધ કર્યું છે. તથા રોપા લગાવવાની જવાબદારી સતાધારી પાર્ટીને સોપીને વધુ એક નિષ્ફળતાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનના શાસકો દ્વારા દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. મ્યુનિ. હોદેદારો અને કોર્પોરેટરો સાથે મળીને પ્રતિવર્ષ એક લાખ જેટલા રોપા લગાવે છે. લોકસભા ચુંટણીની આચારસંહીતા સમયે મ્યુનિ. કમીશ્નરે “મીશન મીલીયન ટ્રીઝ” નામનો વિચાર રમતો મુકયો હતો જેમાં માત્ર ૭૦ દિવસના સમયગાળામાં જ દસ લાખ રોપા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિ. અધિકારીઓએ કમીશ્નરના પ્રોજેકટને સફળ બનાવવા માટે બિલ્ડર લોબી તથા ઔધોગિકએકમો સાથે સતત બેઠકો કરીને વૃક્ષારોપણ કરવા માટે તૈયાર કર્યા હતા. લોકસભા ચુંટણી આચાર સંહીતા દરમ્યાન “મીશન મિલયન ટ્રીઝ”ની રૂપરેખા તૈયાર કરીને જાહેરાત કરવામાં આવી હતી. મ્યુનિ. શાસકો માટે માત્ર પ્રોજેકટ નો અમલ જ બાકી રાખવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસે સદ્દર પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પ૦ દિવસમાં માત્ર અઢી લાખ રોપા લગાવવામાં આવ્યા છે. તથા આગામી ૪૦ દિવસમાં (૩૧ ઓગષ્ટ સુધી) વધુ સાડા સાત લાખ રોપા લગાવવાના છે. જેને અત્યંત કઠીન કામ માનવામાં આવી રહયું છે. મ્યુનિ. કમીશ્નરે જાહેર કરેલા પ્રોજેકટને સફળ બનાવવા માટે ચૂંટાયેલી પાંખ દોડી રહી છે. કોર્પોરેશન ઈતિહાસમાં આ પ્રકારની ઘટનાઓ જવલ્લે જ જાવા મળે છે.
અન્યથા શાસકપક્ષ દ્વારા કોઈ પ્રોજેકટની જાહેરાત કરવામાં આવે છે તથા તેને હેમખેમ પૂર્ણ કરવાની જવાબદારી વહીવટીતંત્ર ના શિરે રહે છે. ર૦૦૬-૦૭માં પૂર્ણ મેયર અમિતભાઈ શાહે ૧.પ ગુણ્યા ૧.પ ફૂટના ખાડા કરી રોપા લગાવવા જાહેરાત કરી હતી. ત્યારે ખાડા ખોદવાની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ખાડા ખોદવાની કામગીરી કરવામાં આવી હતી. તે અલગ બાબત છે. તથા તેની ચર્ચા અસ્થાને છે.
મ્યુનિ. કમીશ્નરે તૈયાર કરેલા પ્રોજેકટની સફળતા માટે ચૂંટાયેલી પાંખ અને વિવિધ સંગઠનો દ્વારા અઢી લાખ રોપા લગાવવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ ર૧ જુલાઈ સુધી મધ્યઝોનમાં ૩ર૩૪, પૂર્વઝોન માં ર૩૩૯૮, પશ્ચિમઝોનમાં ૭૭૬પ૬, ઉત્તરઝોનમાં પપ૦ર૭, દક્ષિણઝોનમાં ર૭૭૪૦, ઉત્તર-પશ્ચિમઝોનમાં ૪૩૧૩૮ તથા દક્ષિણ-પશ્ચિમઝોનમાં ર૧૯૮ઢ મળી કુલ ર,પર,૧,૭૩ રોપા લગાવવામાં આવ્યા છે.
મ્યુનિ. કમીશ્નરે આપેલ લક્ષ્યાંક ને પૂર્ણ કરવા માટે વધુ સાડા સાત લાખ રોપા લગાવવાના રહેશે. જેના માટે ચુંટાયેલી પાંખ અને વિવિધ સંગઠનો પાસે માત્ર ૪૦ દિવસ બાકી રહયા છે. “મીશન મીલીયન ટ્રીઝ” પ્રોજેકટમાં વહીવટીતંત્ર નો ફાળો શૂન્ય બરાર છે. મ્યુનિ. પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારીઓ દોડધામ કરી રહયા છે. જયારે ઈજનેર, એસ્ટેટ અને હેલ્થ ખાતાના કર્મચારીઓને કેચપીટ-મેનહોલના કામ સોપવામાં આવ્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ક્રમાંક મેળવવા માટે તમામ વિભાગના અધિકારીઓને કામ સોંપવામાં આવ્યા હતા તે રીતે જ “મિશન મીલીયન ટ્રીઝ” ની જવાબદારી પણ સોલીડ વેસ્ટના કર્મચારીઓને સોપવામાં આવે તે જરૂરી છે. મ્યુનિ. કમીશ્નરને પણ સદ્દર પ્રોજેકટની સફળતા અંગે શંકા હોય તેમ લાગી રહયું છે.
જેના કારણે જ વહીવટીતંત્ર ને કેચપીટ-મેન હોલના કામમાં ડાયવર્ટ કરીને પ્રજાનું ધ્યાન પણ ડાયવર્ટ કરવાના પ્રયત્ન થઈ રહયા છે. લોકસભા ચુંટણીની આચાર સંહીતા દરમ્યાન કમીશ્નરે જે પ્રોજેકટોની જાહેરાતો કરી હતી તે તમામ પ્રોજેકટ લગભગ નિષ્ફળ સાબિત થઈ રહયા છે. જેમાં સાબરમતી શુધ્ધિકરણ અને જેટનો પણ સમાવેશ થાય છે.તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.