ગોકુલ ગ્રામના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં અગ્રણી
અમદાવાદ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ર૪મી જુલાઈના રોજ 91 વર્ષ પૂરાં કરીને કરી 92 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ પ્રસંગે ભાજપના કાયંકરો અને આગેવાનો શુભેચ્છા પાઠવી હતી. કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે અનેક પ્રકારના પડકારો સામે ઝીલ્યા હતા. ૧૯૯૫ પછી ટુંકા સમય માટે મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ૧૯૯૮માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે અનેક પ્રકારની યોજનાઓ પર કામ કયું હતું. ખાસ કરીને ગોકુલ ગામ યોજના, નમંદા સરદાર સરોવર યોજના નાગરીક અધિકાર પત્ર સહિતની યોજનાઓનું સફળતાપૂર્વક તેમણે અમલમાં મૂક્યા હતા. નાગરિક અધિકાર યોજના અંતર્ગત કેશુભાઈના નેતૃત્વ હેઠળ લગભગ ૫.૩ લાખ અરજીઓનો હકારાત્મક નિકાલ થયો હતાં. જે આજે રેક સમાન છેં.
આ ઉપરાંત કેશુભાઈએ ૧૮ હજાર ગામડાઓને ગોકુલ ગામ બનાવવા કેશુભાઈએ સંકલ્પ કર્યો હતો, જેમાં મોટા ભાગના ગામડા આજે ગોકુલ ગામ બન્યા હોવાનું જોઈ રહ્યા છે. કેશુભાઈ વારંવાર કહેતા જે મુખ્યમંત્રી તરીકે તમામ ક્ષેત્રમાના તમામ વિષય વસ્તુના પ્રત્યેક પાસા ઉપર મારા આગવા વિચારો છં અને આ વિચારોએ મને પીઠબળ પૂરુ પાડ્યું છે.
કેશુભાઈ સ્વાસ્થ્યની રીતે પણ તેઓ તંદુરસ્ત છે અને આજે પણ ગુજરાતના પ્રશ્ચો અંગે સતત પ્રયત્નશીલ છે. 1928ની ર૪ જૂલાઈએ જૂનાગઢ જિલ્લામાં વિસાવદર ગામ ખાતે ખેડૂત કુટુંબમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના જન્મ થયો હતો. પાંચ બહેનો અને ત્રણ ભાઈઓમાં કેશુભાઈના નંબર છટ્ઠો હતા.
કેશુભાઈ નાના હતા. ત્યારે તેઓના પિતા બિમાર પડ્યા ગયા હતા. જે પાંચ વર્ષ ઘણા ખરાબ ગયા હતા. કુટુંબ ગરીબીથી ઘેરાઈ ગયું હતું. કેશુભાઈ નાના હતા ત્યારે લખોટી રમવાનો એટલો રસ હતો કે શાળાએ જવું પણ ગમતું નહોંતું. પરંતુ બીજા વર્ગમાં એક મુસ્લીમ શિક્ષકની ભણવાની પધ્ધતિથી અભ્યાસ પ્રત્યેની તેમની અરૂચી નિકળી ગઈ અને આ શિક્ષક બહારની દુનિયાનું જ્ઞાન આપતા. બાળક તરીકે કેશુભાઈને જીંદગીમાં જે પ્રથમ પરિવતંન આવ્યું. અને ત્યાર બાદ મોહનદાસ કરમચંદ ગાંધી અને ત્યારની આલ્કલેડ હાઇસ્કૂલમાં ધો. ૮માં દાખલ થયેલા તેમણે દળદાર ગ્રંથનું વાંચન શરૂ ક્યું. જેમાં રમણલાલ દેસાઈ, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ઘૂમકેતુની નવલકથાનું વાંચન કયું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી, વિવકાનંદ, તિલકના આદશોંને જીવનમાં ઉતાયાં હતા. આ ઉપરાંત બાળ ગંગાધર તિલકના ગીતા રહસ્ય અને કર્મયોગી શાસ્ત્રીની કેશુભાઈના મન પર અસર એકત થયેલી છે.
ત્યાર પછી કેશુભાઈ જીવનમાં બીજો મહત્વનો વળાંક આવ્યો તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંપર્કમાં આવ્યા અને ગોવિંદભાઈના નામની સ્કાઉટના શિક્ષક સાથે કસરત શીખતા અને વિજયાદશમીના ઉત્સાહ વેળાની પ્રથમ વખત આર. એસ. એસ.માં ગયા હતા. લાઠી દાવ પણ શીખ્યા હતા. કેશુભાઈ મેટ્રીકમાં આવ્યા. ત્યારે તેજ અરસામાં ભારત દેશ આઝાદ થયો. ત્યાર પછી આર. એસ. એસ. ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. કેશુભાઈએ તે બંધના વિરોધમાં સત્યાગ્રહ કર્યો અને તેમને પકડી લેવામાં આવ્યા હતા અને ત્રણ માસની સજા પણ થઈ હતી. કેશુભાઈ રાજકોટના સેન્ટ્લ જેલમા કેદી બન્યા હતા.
કાલાવાડ, ગોંડલ અને વિસાવદરથી ઈલેકશ્ન જીત્યા હતા. નવી બનેલી ભારતીય જનતા પાર્ટીના સીનિયર ઓર્ગેનાઈઝર તરીકે તેમની નિમણૂંક 1980માં થઈ હતી. 4 માર્ચ 1990માં તેઓ ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિષ્ટર બન્યા હતા, તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા.
1995માં ઈલેકશન કેમ્પેઈનની સંપૂર્ણ જવાબદારી તેમના શીરે આવી હતી અને જીત્યા હતા. 14માર્ચ 1995માં કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. 2 ઓક્ટોબર 2001માં તેમણે રાજીનામું આપ્યુ હતું.