સિવિલ હોસ્પિટલમાં રાત્રે તબીબ પર હુમલો
ભારે સમજાવટ બાદ હડતાલ સમેટાઈ : સુરક્ષાના મુદ્દે સવારથી જ બેઠકોનો દોર |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરની સરકારી અને મ્યુનિ. કોર્પો. સંચાલિત હોસ્પિટલમાં તબીબો પર હુમલાની સતત ઘટનાઓ ઘટી રહી છે આ મુદ્દે તબીબોને સલામતીની ખાતરી છતાં આવી ઘટનાઓ નહી અટકતા ગઈકાલે રાત્રે શહેરની સિવિલ હોÂસ્પટલમાં દર્દીના સગાએ તબીબને લાફો મારી દેતા હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરી જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને તબીબો અને દર્દીઓના સગા સંબંધીઓ સામસામે સુત્રોચાર કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.
આ ઘટનાના પગલે હોસ્પિટલમાં તૈનાત સુરક્ષા ગાર્ડ તથા પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને મામલો શાંત પાડયો હતો જાકે વહેલી સવાર સુધીમાં ભારે સમજાવટ બાદ તબીબોએ હડતાલ પરત ખેંચી લીધી હોવાનું જાણવા મળી રહયું છે અને આ મુદ્દે આજે સત્તાવાળાઓ સમક્ષ તબીબો રજુઆત કરવાના છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં તબીબો પરની હુમલાની ઘટનાથી વારંવાર આરોગ્ય સેવા ખોરવાતી હોય છે તાજેતરમાં પણ સિવિલ હોસ્પિટલમાં તથા વી.એસ.હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના ઘટી છે આ મુદ્દે વારંવાર સરકાર અને હોસ્પિટલ સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવતો નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રે શહેરની સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ફરજ પર હાજર તબીબ સાથે દર્દીના સગાએ રકઝક કરી તેને લાફો મારી દેતા સમગ્ર હોસ્પિટલમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલમાંના તમામ તબીબો હડતાલ પર ઉતરી જતાં આરોગ્ય સેવા ખોરવાઈ હતી જેના પરિણામે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં તબીબોએ એકત્રિત થઈ સુત્રોચાર કરવા લાગ્યા હતાં.
ત્યારે બીજીબાજુ મુશ્કેલીમાં મુકાયેલા દર્દીના સગા સંબંધીઓ પણ સામે સુત્રોચ્ચાર પોકારતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં વ્યાપેલી તંગદિલીના પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તબીબોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાનમાં પોલીસને પણ જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં.
બીજીબાજુ દર્દીઓને મુશ્કેલી ન પડે અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી તબીબોએ હડતાલ સમેટી લીધી હતી અને પુનઃ ફરજ પર હાજર થઈ ગયા હતાં જાકે આ ઘટનાથી ડોકટરો ખુબ જ ગંભીર બન્યા છે અને આ મુદ્દે ફરી એક વખત આજે સવારથી જ ડોકટરો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને તબીબો સુરક્ષાના મુદ્દે ખૂબ જ ગંભીર બનેલા જાવા મળે છે. સત્તાવાળાઓ પણ આ ઘટનાથી ચોંકી ઉઠયા છે અને તબીબોને સુરક્ષા આપવા માટે શકય તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપી રહયા છે આ મુદ્દે બપોર સુધીમાં કોઈ યોગ્ય ઉકેલ આવે તેવુ મનાઈ રહયું છે.