સી. આર. પાટીલની ઉપસ્થિતમાં મંગળવારે “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાશે
પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ ઉપસ્થિત રહશે. પ્રદેશ મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતમાં અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે ૧૧ વાગે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાશે.આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ ઉપસ્થિત રહી પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ તેવોની વિશેષ ઉપસ્થિતમાં યુવા મોરચાની આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્યો,પ્રદેશ યુવા મોરચાની ટીમ, યુવા મોરચાના ઝોન પ્રભારી/સહ પ્રભારી,જીલ્લા પ્રભારીશ્રીઓ તેમજ જીલ્લાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેશે.