Western Times News

Gujarati News

ફોરેન્સિકે એનાલિસીસના ભાવ ૧૦ ટકા વધારી દીધા

ફોરેન્સિક સાયકોલોજીમાં બ્રેઈન ફિંગર પ્રિન્ટ અને નાર્કો એનાલિસીસ માટે ૬૬૫૫૦ રૂપિયા નવો ભાવ રહેશે

ગાંધીનગર, ગાંધીનગરની જાણીતી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ટેસ્ટ માટેના ભાવમાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક લેબોરેટરીએ જારી કરેલા એક પરિપત્ર પ્રમાણે પહેલી સપ્ટેમ્બરથી સરકારી, અર્ધ સરકારી વિભાગો, બહારનાં રાજ્યો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓ તરફથી આવતા કેસોની ચકાસણી અને પૃથક્કરણ તથા ફોરેન્સિક  સાયકોલોજી જૂથમાં આવતા બ્રેઈન ફિંગર પ્રિન્ટિંગ અને નાર્કો પરીક્ષણના કિસ્સામાં ફીનું ધોરણ વધારી દેવામાં આવ્યું છે.

આમ તો સંસ્થાના ઠરાવ પ્રમાણે દર વર્ષે ૧૦ ટકાના ર્નિણય અનુસાર આ ભાવ વધારો કરાયો છે. નવા ભાવવધારા પ્રમાણે ટોક્સિકોલોજી, સિરોલોજીકલ/બાયોલોજીકલ, બેલેસ્ટિક પરીક્ષણો, બ્લડ આલ્કોહોલ, ફિઝિક્સ અને કેમિકલ, ફોરેન્સિક ફોટોગ્રાફી તથા વોઈસ આઈડેન્ટિફિકેશન પરીક્ષણો માટે નમૂના દીઠ રૂપિયા ૬૬૫૫નો વધારો કરવામાં આવ્યો છે. ડીએનએ ટેસ્ટના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ અને ડીએનએ ટેસ્ટનો નવો ભાવ ૧૩૩૧૦ રહેશે. ફોરેન્સિક સાયકોલોજીમાં બ્રેઈન ફિંગર પ્રિન્ટ અને નાર્કો એનાલિસીસ માટે રૂપિયા ૬૬૫૫૦ જ્યારે પોલીગ્રાફી, હિપ્નોસીસ, સાયકોલોજીકલ પ્રોફાઈલિંગ, સસ્પેક્ટ ડિટેકશન, લેયર્ડ વોઈસ એનાલિસિસ માટેના નવા ભાવ રૂપિયા ૧૩૩૧૦ રહેશે. તે ઉપરાંત, નાગરિક પુરવઠા સહિતના(ગૃહ વિભાગ હસ્તક સિવાયની) તમામ સરકારી, અર્ધસરકારી વિભાગો તરફથી વતા નમૂનાઓની ચકાસણી બાબતે ફીનો દર રૂપિયા ૬૬૫૫ રહેશે.

ગૃહ વિભાગ હસ્તક સિવાયની તમામ સરકારી/અર્ધ સરકારી કચેરી માટે સ્થળ મુલાકાત લઈ ટેક્નીકલ અભિપ્રાય આપવાના કેસમાં મુલાકાત દીઠ ફી રૂપિયા ૧,૩૩,૧૦૦ જેટલી રહેશે. સરકાર પક્ષકાર ન હોય તેવા ખાનગી વ્યક્તિ/આરોપીઓ દ્વારા કેસોની તપાસ માટે નમૂના દીઠ રૂપિયા ૬૬૫૫૦ અને અદાલતમાં સાક્ષી તરીકે બોલાવે ત્યારે કલાક દીઠ રૂપિયા ૧૩૨૦નો ચાર્જ લેવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.