કોરોનાગ્રસ્ત હોય તેવા દર્દીઓમાં ફેફસાં-હ્રદયની વધુ બીમારી
સંશોધનના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાથી શરીરને મળેલી બિમારીઓ ધીમે-ધીમે ઓછી થાય છે-શરીરની રોગપ્રતિકારક શક્તિથી તે સરખું થઈ જાય છે
કેનબેરા, જે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેમને લાંબા સમય સુધી ફેફસાં અને હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આ સમસ્યાઓથી ધીમે-ધીમે તમારા શરીરની સિસ્ટમ લડતી રહે છે અને તેમાં સુધારો થતો રહે છે. યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી ઇન્ટરનેશનલ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ બાબતે થયેલા સંશોધનના પરિણામો આવી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાના કારણે શરીરને મળેલી બીમારીઓ ધીમે-ધીમે ઓછી થતી જાય છે.
જેની પાછળ કારણ છે કે માનવ શરીરની એક ઈમ્યુનિટી સિસ્ટમ છે, જે ફેફસા અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓને ધીમે-ધીમે સાજી કરે છે. સંશોધનકર્તાઓએ ઓસ્ટ્રેલિયાના ટાયરોલીન વિસ્તારમા કોરોના હોટ સ્પોટ સાથે જોડાયેલા લોકો પર એક રિસર્ચ કર્યું છે. આ લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને ઇન્સબર્ગની યુનિવર્સિટીના ક્લિનિકના ઈન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટ અને જાન્મના વિન્જેન હોસ્પિટલમા રાખવામા આવ્યા હતા.
એમા કેટલાક લોકોએ કાર્ડિયો- પલ્મોનરી સેન્ટરમા પણ રાખવામા આવ્યા હતા. સંશોધનકારોએ ૨૯ એપ્રિલથી ૯ જૂનની વચ્ચે ૮૬ દર્દીઓ પર નજર રાખી હતી, જેની સંખ્યા ૧૫૦ સુધી પહોંચી ગઇ. જે લોકો ૬ અઠવાડિયા, ૧૨ અઠવાડિયાં અને ૨૪ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને દવા પણ આપી હતી. આ દરમ્યાન તેમના કેટલાક ટેસ્ટ પણ કર્યા હતા.
આ લોકો જ્યારે પહેલી વાર રિસર્ચ સેન્ટર પહોંચ્યા ત્યારે, તેમાથી લગભગ અડધા લોકોને કફ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હતા. તેમાથી ૮૮% લોકોના ફેફસા કોરોનાથી સંક્રમિત થઇ ગયાં હતા. જો કે ૧૨ અઠવાડિયા પછી તેમની તપાસ કરવામા આવી, તો તે લોકોના ફેફસાનુ નુકસાન ઘટીને ૫૬% થઇ ગયું હતું. સંશોધનકર્તાએ જણાવ્યું કે ક્લિનિકલ ટ્રાયલ ટીમના સદસ્ય ડો. સબીના સહાનિકએ કહ્યુ કે એક ખરાબ સમાચાર છે કે કોરોનાથી લોકોના ફેફસા અને હદય પ્રભાવિત થઇ રહ્યા છે, પરંતુ સારી બાબત એ છે કે ધીમે-ધીમે શરીર જાતે જ આ સમસ્યાઓને દૂર કરી દે છે.