ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોનાની રસી તૈયાર કરી
લંડન, દુનિયા આખી વર્તમાન સમયે કોરોના વેક્સિનની રાહ જોઇ રહી છે. દુનિયામાં એક ડઝન કરતા પણ વધારે કોરોના વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે આ યાદીમાં હવે ભારતીય મહિલા વૈજ્ઞાનિકે બનાવેલી રસીનો પણ ઉમેરો થયો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય પ્રોફેસર સુમી વિશ્વાસે કોરોના વાયરસની એક નવી રસી તૈયાર કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ આ રસીનું ઓસ્ટ્રેલિયામાં માનવ પરિક્ષમ પણ શરુ કર્યુ છે.
સુમી વિશ્વાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીના જેનર ઇન્સ્ટિટ્યુટના પ્રોફેસર એડ્રિયન હિલ અને સારા ગિલબર્ટ સાથે કામ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે એડ્રિયન હિલ અને સારા ગિલબર્ટે બનાવેલી વેક્સીન અત્યારે છેલ્લા સ્ટેજના ટ્રાયલમાં છે. સુમી વિશ્નવાસે 2017ની અંદર સ્પાયબાયોટેક નામની કંપની પણ બનાવી હતી. સ્પાયબાયોટેક કંપને જ આ નવી કોરોના વેક્સિન તૈયાર કરી છે.