રશિયાની વેક્સિન ટ્રાયલ ભારત સહિતના પાંચ દેશોમાં શરૂ થશે
નવી દિલ્હી, કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે એક સારા સમાચાર છે. રશિયાએ વિકસાવેલી વેક્સિનની ટ્રાયલ ભારત સહિતના પાંચ દેશોમાં પણ થવાની છે. રશિયાએ કોરોના સામેની રસીને સ્પુતનિક નામ આપ્યું છે. તેની સાથે સાથે રસી બનાવવા માટે ફંડિંગ કરનાર એજન્સીનુ કહેવું છે કે, આ મહિનાથી ભારત, યુએઈ, સાઉદી અરબ , ફિલિપાઈન્સ અને બ્રાઝિલમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ રસીની રશિયામાં ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. જેનું પરિણામ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં જાહેર કરાશે. ૧૧મી ઓગસ્ટે રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ રસી લોન્ચ કરી હતી. વેકિસનનુ મોટા પાયે ઉત્પાદન આ મહિનાથી શરુ કરવાની શક્યતા છે.૨૦૨૦ના અંત સુધી તેના ૨૦ કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે.
સ્પુતનિક રસીનુ નામ રશિયાના પહેલા સેટેલાઈટ સ્પુતનિક પરથી રાખવામાં આવ્યુ છે.જ્યારે રશિયાએ આ સેટેલાઈટ લોન્ચ કર્યો ત્યારે રશિયા અને અમેરિકા વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી. આ રસી શરીરમાં એ જ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે જે કોરોના વાયરસથી સાજા થયેલા વ્યક્તિના શરીરમાં થાય છે.૩૮ લોકો પર થયેલા સ્ટડીમાં આ રસી માનવ શરીર માટે સુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે.SSS