પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા અને સાંસદ હસમુખ પટેલ કોરોનાગ્રસ્ત
અમદાવાદ, રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અગ્રણીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને સાંસદ હસમુખભાઇ પટેલના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ભાજપમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આ બન્ને અગ્રણીઓએ તેમના સંપર્કમાં આવેલા તમામને સાવચેત રહેવા તથા કોરોના રીપોર્ટ કરાવવા અપીલ કરી છે.
પ્રદેશ ભાજપના પ્રમુખપદે સીઆર પાટીલની નિમણૂંક થતાં જ છેલ્લા કેટલાક દિવસથી સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ મુદ્દે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો. મીટીંગોમાં આવનાર કેટલાંક લોકોને કોરોના થયો છે. આ દરમ્યાનમાં આજે પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો રીપોર્ટ પોઝીટીવ આવતા કમલમમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ ઉપરાંત અમદાવાદના સાંસદ હસમુખભાઇ પટેલનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.