Western Times News

Gujarati News

આયરન ડેફિસિઅનસિ લોહીની ઉણપ-૨

9825009241

જો તમે પણ શરીરમાં લોહીની કમીની સમસ્યાથી પરેશાન છો તો પછી તમારા ખાન પાન પર ધ્યાન આપીને તેનાથી મોટાભાગે મુક્તિ મેળવી શકો છો. તમે આ હેલ્ધી વસ્તુઓનુ સેવન કરો અને નેચરલ રીતે આ સમસ્યાને ઉકેલો. ટામેટા – શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે નિયમિત રૂપે ટામેટા ખાવ. તેમાં ભરપૂર પ્રમાણમાં આયરન જોવા મળે છે. આમળા – આમળા વિશે આપણે બધા જાણીએ છીએ કે આ આપણા આરોગ્ય માટે કેટલુ સારુ હોય છે. તેમા વિટામીન સી ખૂબ વધુ હોય છે. આ શરીરમાં લોહીનીકમીની સમસ્યાને પણ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

સૂકા મેવા – શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે સૂકા મેવા ખાવા જોઈએ. તેનાથી તાકત તો આવ જ છે સાથે જ મોડા સુધી પેટ પણ ભરેલુ રહે છે.ગાજર આયરની કમીને પૂરા કરવા માટે તમે ચાહો તો ગાજરનું સલાડના રૂપમાં સેવન કરો કેપછી તેનુ જ્યુસ પીવો. તમે જેવુ પણ મરજી તેને ખાવ આ દરેક રીતે લોહી વધારે છે.  લીલા પાનવાળા શાકભાજી – ખાસ કરીને પાલક અને મેથીમાં ભરપૂર આયરન જોવા મળે છે. જે શરીરમાં લોહીને વધારે છે. તેથી તમારા આહારમાં લીલા શાકભાજીને જરૂર લો. સતત તેના સેવનથી તમે થોડાક જ દિવસોમાં ઘટી રહેલ લોહીને વધારી શકો છો.બીટ – તમારા ડાયેટમાં બીટને સામેલ કરીને તમે શરીરમાં લોહીની સમસ્યાથી મોટાભાગે મુક્તિ મેળવી શકો છો. બીટ પેટમાં ગેસને સમસ્યાને પણ દૂર કરે છે.

કિશમિશ, આનાથી બ્લડ સર્કુલેશન પ્રોપર રહે છે. અને હ્રદયની બિમારીઓ સામે બચી શકાય છે. એટલું જ નહી આ સ્કિન માટે પણ ઘણી ફાયદાકારક છે. કિશમિશનું પાણી લીવર લોહીને તેજીથી સાફ કરે છે. અને પેટની સમસ્યાઓ, કબજીયાત જેવીમાં આરામ આપે છે. અંકુરિત મગ દાળ, તેમાં ફાઈટિક એસિડ હોય છે. તેનાંથી કિડનીનાં પ્રોબ્લેમ્સ દૂર રહે છે અને ડિહાઈજેશન ઠીક રહે છે.

મગદાળ ખાવાથી શરીરમાં સોડિયમની ઈફેક્ટ ઘટી જાય છે. જે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મગદાળમાં ભરપુર માત્રામાં સોલ્યૂબલ ફાઈબર હોય છે જે તમને ફલૅટ ટમી આપી શકે છે. વરિયાળીને પલાળીને ખાવાથી કે તેનું પાણીનું સેવન કરવાથી યુરિનનાં પ્રોબ્લેમ્સથી બચી શકાય છે. કારણકે તેમાં ડાઈયૂરેટિક પ્રોપર્ટીઝ હોય છે જેનાંથી યુરિન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર રહે છે. એટલું જ નહી તે પાચનમાં દુરસ્ત રહે છે અને આંખોની રોશની તેજ થાય છે.

 

જીરું,તેમા પોટેશિયમ હોય છે. તેનાંથી હ્રદયની બિમારીઓ દૂર થાય છે અને બીપી કંટ્રોલમાં રહે છે. એટલું જ નહી, જીરાનું પાણી આયરનનો સારો સ્ત્રોત છે. આયરનની માત્રા ભરપુર હોવાને કારણે ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. અને ઘણી બિમારીઓ દીર રહે છે. અળસીના બીજ,અળસીનાં બીજમાં પ્રોટીન, આયરન ભરપુર હોય છે. તેને પલાળીને ખાવાથી મસલ્સ ટોંડ રહે છે. અને લોહીની કમી દૂર થાય છે. એટલું જ નહી તેનાંથી હાર્ટ પ્રોબ્લેમ્સ પણ દૂર રહે છે. અને મોનોપોઝ દરમ્યાન થતી સમસ્યાઓ ઓછી થાય છે. મેથીદાણા,વરિયાળી, કાળી દ્રાક્ષ, ખસખસ. હવે આપણા શરીર મા રક્ત ની ઉણપ છે તે કેવી રીતે જાણી શકાય? જો તમે કોઈપણ કાર્ય મા વહેલાં થાકી જાઓ, ત્વચા ફીકી પડવા માંડે, આંખો નીચે ડાર્ક સર્કલ ઉદ્ભવે, છાતી તથા માથા મા દર્દ અનુભવાય, પગ ના તળિયા અને હાથ ની હથેળીઓ ઠંડી પડે, શરીર ના તાપમાન મા વધઘટ જોવા મળે, ચક્કર આવે, ઉલટી થાય, ગભરામણ થાય, માસિકધર્મ મા વધુ પડતો દુખાવો થાય, શ્વાસ ચડ-ઊતર થાય, હૃદય ના ધબકારા વધવા માંડે, વાળ ખરી જાય. આ બધા જ સંકેતો દર્શાવે છે કે ના શરીર મા રક્ત ની ઉણપ છે.

આ દર્શાવેલા લક્ષણો માંથી જો કોઈ એક પણ લક્ષણ તમે અનુભવતા હો તો ચોક્કસપણે તમારા શરીર મા રક્ત ની ઉણપ છે. લોહ તત્ત્વની ઉણપ એની ઉણપથી પગ દુખે, કોઈ વાર પગમાં ટાંકણી ભોંકાતી હોય એમ લાગે, કંઈક સળવળતું હોય એવું લાગે, દીવસે આવું ન થાય પણ સુઈ જાઓ ને થવા લાગે. આવા સંજોગોમાં આયર્નની ગોળી લેવાથી બધી તકલીફ મટી જાય છે. કેમ કે મગજમાં ઉત્પન્ન થતા ડોપામાઈન નામના પદાર્થ માટે આયર્ન જરુરી છે. આયર્ન ઓછું હોય ત્યારે ડોપામાઈન ઓછું ઉત્પન્ન થાય અને તેથી દુખાવો થાય છે. આયર્ન લેવાથી ડોપામાઈન પુરતું થાય અને દુખાવો મટી જાય. આયર્ન ડેફીસીયન્સી આપણને દરરોજ ૨૫ થી ૪૦ મી.ગ્રામ જેટલા લોહની જરુર પડે છે. ગર્ભવતી સ્ત્રીને ૪૦ મી.ગ્રામ.લોહ શામાંથી મળે,   જવ, અડદ, વટાણા, વાલ, ચોળા, ચણા, મગફળી, છાલ સાથે બટાકા, શક્કરીયાં, કાળી દ્રાક્ષ ખજુર, પાલખ, અંજીર, દાડમ, બીટ, કેળાં, પપૈયાં, સફરજન, સ્ટ્રોબેરી, રાસ્બરી, પ્લમ, જરદાલુ, બદામ, પિસ્તાં, અખરોટ, કાજુ, ટામેટાં, ઘઉંનું ઉપલું પડ, વગેરે. આ ખાદ્ય પદાર્થો યોગ્ય પ્રમાણમાં લેવાથી લોહ તત્ત્વની ઉણપ વરતાશે નહીં.

ચક્કર આવતા હોય કે આખો દિવસ ઉત્સાહહીન દશામાં સૂતા જ રહેવાનું મન થતું હોય તો બહદ્વાત ચિંતામણિ રસની એક એક ગોળી ચ્યવનપ્રાશ અવલેહ અથવા તો મધ સાથે લેવી. ઇમરજન્સી અવસ્થા ઊભી થાય તો, સુવર્ણ મકરધ્વજ, હેમગર્ભ પોટ્ટલી રસ કે મૃત સંજીવની સુરાનો પણ ઉપયોગ કરી શકાય.. નવજીવન રસની બે બે ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી. આ ઔષધ પણ પંદર દિવસ સતત ચાલુ રાખી વચ્ચે એકાદ અઠવાડિયું બંધ કરવું. આવા ઔષધોમાં અર્જુનારિષ્ટ છે. અર્જુનારિષ્ટમાં મુખ્ય દ્રવ્ય અર્જુન છે અને અર્જુનને આયુર્વેદમાં હૃદયને બળ આપનારા ઔષધોમાં શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે. અર્જુનારિષ્ટ શિથિલ થયેલી નાડીઓને સંકુચિત અને મજબૂત બનાવી શરીરમાં શક્તિ અને સ્ફુર્તિનો સંચાર કરે છે. નબળાઈના કારણે લો બી.પી. રહેતું હોય તેમાં અર્જુનારિષ્ટ ઉત્તમ પરિણામ આપે છે. કસ્તૂરીયુક્ત દશમૂલારિષ્ટ, દશમૂલારિષ્ટ ઉત્તમ વાયુનાશક ઔષધ છ.

એમાં આવતા અનેક જીવનીય દ્રવ્યોના કારણે શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ અને સ્ફુર્તિ વધે છે. પાચનતંત્ર સુધરે છે અને શરીરમાં અન્ય ધાતુઓની જેમ રસ, રક્ત વગેરેની વૃધ્ધિ થતી હોવાથી તત્કાળ તથા કાયમી રાહતનો અનુભવ થાય છે. દશમૂલારિષ્ટમાં કસ્તૂરી આવતી હોવાથી એની ગરમીના કારણે આખા શરીરમાં તાત્કાલિક ઉષ્માનો અનુભવ થાય છે અને કસ્તૂરી રક્તવર્ધક તથા હૃદયોત્તેજક હોવાથી રુધિરાભિસરણ ક્રિયાને વ્યવસ્થિત કરે છે.

દશમૂલારિષ્ટ અને અર્જુનારિષ્ટ બન્નેમાંથી બે બે ચમચી લઇ ચાર ચમચી પાણી ઉમેરી જમ્યા બાદ પીવું. શરીર પાતળું હોય તો અશ્વગંધારિષ્ટ અને જો માનસિક થાક, ડિપ્રેસન કે ઉદાસીનતા જેવું લાગતું હોય તો સારસ્વતારિષ્ટ બે બે ચમચી, એટલું જ પાણી ઉમેરીને જમ્યા બાદ લેવું. યાદ શક્તિ ઓછી થઇ ગઇ હોય તો પાંચથી સાત ટીપાં માલકાંકણીના દૂધમાં નાખીને અથવા તો પતાસા સાથે લેવું. દ્રાક્ષાસવ અને અશ્વગંધારિષ્ટ મુખ્ય છે. બૃહદ વાત ચિંતામણિ રસ એક ઇમરજન્સી ઔષધ છે, એમ કહી શકાય. નવજીવન રસ અને મકરધ્વજ પણ લોહીનું દબાણ ઘટી જાય ત્યારે તત્કાળ પરિણામ આપતું ઔષધિ સિદ્ધ થાય છે. અગ્નિતુંડી વટી બે બે ગોળી જમ્યા બાદ ગળવી. આ ગોળી પંદર દિવસ સતત આપ્યા પછી વચ્ચે એકાદ અઠવાડિયું બંધ રાખવી. અર્જુન ચૂર્ણ, શુ. ઝેર કોચલા, પીપરી મૂળ, મંડૂર ભસ્મ, શૃંગભસ્મ, કઠ, ઉપલેટ અને સિંધવ આ સાત ઔષધો જરૃરી પ્રમાણમાં મેળવી કેપસૂલભરી લેવી. એમાંથી બે બે કેપસૂલ સવાર સાંજ પાણી અથવા લીબુ સાકર નાંખીને કરેલા લીબુના સરબત સાથે આપવી.

ડો.શ્રી રામ વૈદ્ય- 9825009241


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.