૨૧ સપ્ટે.થી ધો. ૯થી ૧૨નાં વિદ્યાર્થી માટે શાળાઓ ખૂલશે
૨૧ સપ્ટેમ્બરથી શરુ થતી સ્કૂલોએ થર્મલ ગનથી દરેક ટીચર્સ અને સ્ટૂડન્ટ્સના બોડી ટેમ્પ્રેચર ચેક કરવાના રહેશે
નવી દિલ્હી, માર્ચના અંતથી બંધ પડેલી સ્કૂલો આંશિક રીતે આખરે ૨૧ સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહી છે. સરકારે અનલોકની પ્રક્રિયા હેઠળ આપેલી છૂટમાં ધોરણ ૯થી ૧૨ના સ્ટૂડન્ટ્સ સ્કૂલે આવી શકશે. જો કે તેના માટે સ્કૂલોએ જે નિયમો પાળવાના રહેશે તેની યાદી કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.
૨૧ સપ્ટેમ્બરથી શરુ થતી સ્કૂલોએ થર્મલ ગનથી દરેક ટીચર્સ અને સ્ટૂડન્ટ્સના બોડી ટેમ્પ્રેચર ચેક કરવાના રહેશે. ખૂલતા પહેલા દરેક ક્લાસરુમ સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરવાના રહેશે. જે સ્કૂલોને ક્વોરન્ટાઈન સેન્ટર્સમાં પરિવર્તિત કરાઈ હતી તેમને ખોલતા પહેલા વધુ ચોકસાઈથઈ સફાઈ તેમજ સેનેટાઈઝિંગની પ્રક્રિયા કરવાની રહેશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ૫૦ ટકા સ્ટૂડન્ટ્સ જ સ્કૂલે આવી શકશે, અને ઓનલાઈન ક્લાસ પણ ચાલુ જ રહેશે. ધોરણ ૯થી ૧૨ના સ્ટૂડન્ટ્સને સ્કૂલે આવવાની ફરજ નહીં પાડી શકાય, અને તેઓ ઓનલાઈન લર્નિંગ ચાલુ રાખી શકશે. જો અનૂકુળતા હોય તો ક્લાસરુમમાં બેસવાને બદલે ખૂલ્લા મેદાનમાં શિક્ષણ કાર્ય થઈ શકે તેમ હોય તો તેવું કરવા પણ સ્કૂલોને કહેવાયું છે.
આ ઉપરાંત, સ્કૂલોમાં આવેલી કેન્ટિન તેમજ મેસ સંપૂર્ણપણે બંધ રહેશે. કોઈ પ્રાર્થનાસભા, સ્પોર્ટ્સ કે અન્ય કાર્યક્રમ નહીં થઈ શકે. દરેક સ્ટૂડન્ટ્સ, ટીચર્સ તેમજ નોન-ટિચિંગ સ્ટાફ માટે પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દરવાજાના હેન્ડલ, લિફ્ટના બટન, ખુરશી, બેંચ, વોશરુમના નળ તેમજ વારંવાર જેને લોકો સ્પર્શતા હોય તેવી તમામ સપાટીને સમયાંતરે હાઈપોક્લોરાઈટ સોલ્યૂશનથી ક્લીન કરવાની રહેશે. કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર જેવા ટિચિંક મટિરિયલને ૭૦ ટકા આલ્કોહોલ ધરાવતા વાઈપ્સ દ્વારા ક્લીન કરવાના રહેશે. વોશરુમ, ટોઈલેટ, હાથ ધોવાના તેમજ પાણી પીવાના નળનું ડીપ ક્લિનિંગ કરવા પણ સ્કૂલોને તાકીદ કરાઈ છે. સ્ટૂડન્ટ્સ અને ટીચર્સને વપરાયેલા ફેસ માસ્ક કે ગ્લોવ્ઝ કોમન એરિયામાં મૂકાયેલી ઢાંકળાવાળી ડસ્ટબિનમાં નાખવાના રહેશે. કોઈપણ સ્કૂલ સ્ટૂડન્ટ્સ પાસે સાફસફાઈનું કામ નહીં કરાવી શકે તેની પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે.HS