Western Times News

Gujarati News

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓએ હોટલાઇન પર એક બીજા સાથે વાત કરી

નવીદિલ્હી, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ ચાલુ છે ફરી એકવાર બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતાં જાે કે બંન્ને દેશોની વચ્ચે સૈન્ય સ્તર પર વાતચીત પણ થઇ રહી છે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓએ હોટલાઇન પર એક બીજા સાથે વાત કરી પરંતુ બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ ગઇ. હોટલાઇન પર વાતચીત દરમિયાન ભારતીય બ્રિગેડિયરે કહ્યું કે ચીને અસ્થાયી રીતે પથ્થરરોનો સુરક્ષા ઘેરો બનાવી લીધો છે અને તેનાથી સરહદ પર તનાવ વધશે લદ્દાખમાં મુખપરી પીક પર ચીની સૈનિકોના પહોંચવાના પ્રયાસને લઇને પણ બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઇ હાલ આ ચોટી પર ભારતીય સેનાનો કબજાે છે ચીનના બ્રિગેડિયરે મંગળવારે સામે આવેલી ચીની સૈનિકોની તસવીરો પર કહ્યું કે આ તેમનો માર્શલ કલ્ચર છે અને ભારતીય સૈનિકોએ પ્રોટોકાલનું ઉલ્લધન કર્યું છે.

એ યાદ રહે કે પૂર્વ લદ્દાખમાં રેજાંગ લા રિજલાઇનના મુખપરી ક્ષેત્ર સ્થિત એક ભારતીય ચોકી તરફ સોમવારે સાંજે આક્રમક રીતે આગળ વધવાનો પ્રયાસ કરનારી ચીની સૈનિકોએ ભાલા સળીયા વગેરે હથિયારો રાખ્યા હતાં આ વાત સરકારી સુત્રોએ મંગળવારે કહી એલએસી પર તનાવ વધવાની વચ્ચે સુત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન પાર્ટીના લગભગ ૫૦-૬૦ સૈનિકો સાંજે છ વાગ્યાની આસપાસ પેન્ગોગ લેક ક્ષેત્રના દક્ષિણ કિનારા સ્થિત ભારતીય ચોકી તરફ વધ્યા પરંતુ ત્યાં તહેનાત ભારતીય સેનાના જવાનોએ દ્‌ઢતાથી તેમનો સામનો કર્યો જેનાથી તેમને પાછળ હટવા માટે મજબુર થવું પડયું.

જાહેર કરેલી એક તસવીરમાં ચીની સૈનિકો ભાલા અને બંદુકો સાથે જાેવા મળ્યા આ તસવીર પૂર્વી લદ્દાખ સેકટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સેના તહેનાત છે તે સ્થાન પાસેની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તસવીર એ તરફ ઇશારપો કરી રહી છે કે ચીની સેના ૧૫ જુન જેવી હિંસક ઝડપ ધટનાને અંજામ આપવાનો પ્રયત્નમાં છે તસવીરમાં દરેક ચીની સૈનિકના હાથમાં ભાલા સ્પષ્ટ રીતે જોવા મળે છે આ વાત સરકારી સુત્રોએ મંગળવારે કહી હતી ભારતીય સૈનિકોએ દ્‌ઢતાથી ચીની સૈનિકોને સામનો કર્યો હતો ભાજપના જવાબથી ચીની સૈનિકો પાછળ હટવા મજબુર બન્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.