ધાર્મિક સ્થળો ખોલવાની અરજી પર સુપ્રીમે કેન્દ્રનો જવાબ માંગ્યો
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે દેશભરમાં તમામ ધાર્મિક સ્થળોને ખોલવાનવી માંગ કરનારી અરજી પર કેન્દ્રથી જવાબ માંગ્યો છે એ યાદ રહે કે કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં ધાર્મિક સ્થળ બંધ છે અથવા પહોંચવા માટે પ્રતિબંધિત છે કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને રાજય સરકારોને નોટીસ જારી કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી બેંચ અમદાવાદ ખાતે ગિતાર્થ ગંગા ટ્રસ્ટની અરજી પર ગૃહ મંત્રાલયને નોટીસ જારી કરી દેશમાં પુજા સ્થળ ખોલવાની માંગ કરી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા થયેલ સુનાવણીમાં બેંચે કહ્યું કે અમે ફકત સંભાવના શોધવા માટે નોટીસ જારી કરી રહ્યાં છે આ બેચમાં ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમ પણ સામેલ હતાં.
ટ્રસ્ટના વકીલ સુરજેંદુ શંકર દાસના માધ્યમથી અરજી દાખલ કરવામાં આવી હતી આ ટ્રસ્ટ એક ધાર્મિક અનુસંધાન સંસ્થાન પણ છે. કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મૌલિક અધિકારોની રક્ષા અને ગેરંટી માટે પવિત્ર હેતુ સાથે દાખલ કરવામાં આવી છે. વિશેષ રૂપથી ભારતના નિવાસી સમગ્ર ભારતમાં પુજા સ્થાન ધાર્મિક સ્થળોને ખોલવાની માંગ કરી રહ્યાં છે જેને વર્તમાનમાં અનેક રાજયો દ્વારા પ્રતિબંધિત કરાયા છે.HS