Western Times News

Gujarati News

કોરોનામાં પણ એમેઝોનના વડાની સંપત્તિમાં વધારો થયો

અમીરોની સંપત્તિ કોરોના કાળમાં વધી છે જ્યારે ૧.૮ મિલિયન એટલે કે ૧૮ લાખ અમેરિકીએ નોકરી ગુમાવી
ન્યુયોર્ક, એમેઝોનના સીઈઓ જેફ બેજોસ કોરોના મહામારીના સમયમાં પણ વધુ શ્રીમંત બન્યા છે. બેજોસ ફોર્બ્સની યાદીમાં સામેલ હજુ પણ સૌથી અમીર વ્યક્તિ છે. અમેરિકી રાષ્ટ્રપતિ અને રિયાલ્ટર ડોનાલ્ડ ટ્રમ્પને ઘણું નુકસાનં થયું છે. તેમને કોરોના કાળમાં પોતાના રિયલ એસ્ટેટ, હોટલ અને રિસોર્ટના બિઝનેસમાં નુકસાન વેઠવું પડ્યું છે.  ફોર્બ્સે સૌથી અમીર ૪૦૦ અમેરિકી નાગરિકોની યાદી જારી કરી છે. જેમની પાસે ભારતની કુલ જીડીપી કરતા પણ વધારે પૈસા છે. આ ચારસો લોકોની પાસે ૩.૨ ટ્રિલિયન ડૉલરની સંપત્તિ છે. આ અમીરોની સંપત્તિ કોરોના કાળમાં પણ વધી છે જ્યારે ૧.૮ મિલિયન એટલે કે ૧૮ લાખ અમેરિકીઓએ નોકરી ગુમાવી છે.

વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમના સીઈઓ એરિક યુવાની સંપત્તિ આ કોરોના મહામારીમાં જોરદાર રીતે વધી છે અને ૧૮ અન્ય લોકો પાસે પહેલીવાર ફોર્બ્સના અમીરોની યાદીમાં સ્થાન મળ્યુ છે. એરિક પાસે ૧૧ બિલિયન ડૉલરની સંપત્તિ આંકવામાં આવી. એરિકની પાસે ટ્રમ્પની તુલનામાં પાંચ ગણી વધારે મિલકત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી ૨૭૫માં સૌથી અમીર અમેરિકી નાગરિક હતા, પરંતુ કોરોના મહામારીમાં તેમને જબરદસ્ત નુકસાન વેઠવુ પડ્યુ અને તેઓ ૩૫૨માં નંબર આવી ગયા. તેમની સંપત્તિ ૩.૧ બિલિયન ડોલરથી ઘટીને ૨.૫ બિલિયન ડોલર રહી ગઈ છે.

ફોર્બ્સના આસિસ્ટન્ટ એડિટર કેરી ડોલને કહ્યુ કે અમે અમેરિકાના સૌથી તાકાતવર અને ધનિક લોકો પર નજર રાખીએ છીએ અને વાર્ષિક યાદી જાહેર કરીએ છીએ. આનાથી લોકોને જાણ થાય છે કે અમીર લોકો કેવી રીતે પૈસા કમાવી રહ્યા છે અને કેટલા. આ યાદીમાં સાત ભારતીય મૂળના અમેરિકી લોકોએ પણ સ્થાન મેળવ્યું છે. જેમાં સાઈબર સિક્યોરિટી ફર્મ જેડસ્કેલરના સીઈઓ જે ચૌધરી, સિમ્ફની ગ્રૂપના સંસ્થાપક ચેરમેન રોમેશ વાધવાની, ઓનલાઈન સામાન પહોંચાડનારી કંપની વેફેયરના સહસંસ્થાપક અને સીઈઓ નીરજ શાહ, સિલિકોન વેલી વેન્ચર કેપિટલ ફર્મ ખોસલા વેન્ચર્સના સંસ્થાપક વિનોદ ખોસલા, શેરપાલો વેન્ચર્સના પાર્ટનર કવિતાર્ક રામ શ્રીરામ, એરલાઈન વેટરન રાકેશ ગંગવાલ અને વર્કડેના સીઈઓ-સહસંસ્થાપક અનિલ ભૂસરી સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.