Western Times News

Gujarati News

છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા

પોલીસ અધિક્ષક સાહેબ ખેડા – નડીયાદ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ આપેલ ડ્રાઇવ અનુસંધાને આર.એન.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ સ્ટાફના હેડ.કો. દાદુસીંહ,. જયદિપસીંહ, ફતેસીંહ  વિગેરે નાઓ ડાકોર પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. ફતેસીંહ નાઓને મળેલ માહીતી આધારે ડાકોર પો.સ્ટે . ફ.ગુરનં .૦૫ / ૨૦૧૯ ઇપીકો કલમ ૩૬૩ , ૩૬૬,૩૭૬ ( ૨ ) ( એન ) , ૧૧૪ તથા ધી . પોકસો એકટ સને .૨૦૧૨ ની કલમ ૩ ( એ ) , ૪,૫ ( એલ ) , ૬,૧૮ મુજબના કામના નાસતા – ફરતા આરોપી યોગેશભાઇ ઉર્ફે બધો ચીમનભાઇ રાવળ ઉવ .૨૪ રહે , ઉમરેઠ ખારવાવાડી લક્ષ્મીસિનેમા સામે તા.ઉમરેઠ જી.આણંદ નાઓ મળી આવતા ઉપરોકત ગુન્હાના કામે ઝડપી પાડી આગળની વધુ તપાસ માટે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.