બે વખત બાદ પણ હેલ્મેટ વગર પકડાયા તો કાર્યવાહી
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે શહેરમાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં ૯ સપ્ટેમ્બરખી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિઅલ ડ્રાઇવનાં આદેશ છે. રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરનાર લોકોનો મૃત્યુદર તેમજ ગંભીર ઇજા પામવાના કેસમાં વધારો થતા ૯મી સપ્ટેમ્બરથી તારીખ ૨૦ સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો છે. આ સાથે હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરીનો અહેવાલ મોકલી દેવા સૂચના આપવામાં આવી છે.
જેથી જો આજથી હેલ્મેટ પહેર્યા વગર જશો તો તમારી પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે. દેશમાં એક સર્વેના મતે અકસ્માતમાં અનેક લોકોના મોત એટલા માટે થાય છે કે તે લોકો હેલ્મેટ નથી પહેરતા.અને જેને લઈ ગુજરાત રાજ્યના ડીજીપી એ એક આદેશ કર્યો છે અને જેમાં ૯ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી હેલ્મેટની સ્પેશ્યલ ડ્રાઈવ રાખી છે, પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસપીએ લોકોને ટ્રાફિકનું જ્ઞાન આપવાની સાથે પેહલા પોતાની પોલીસને સૂચના આપી દીધી છે. એસપી વીરેન્દ્ર યાદવ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, અને જેમાં ખાસ સૂચના આપવામાં આવી છે.
જે પણ પોલીસ સ્ટેશનમાં અથવા એજેન્સીમાં પોલીસ અથવા સિવિલ સ્ટાફ કામ કરવા માટે આવે છે તે લોકોએ ફરજીયાત હેલ્મેટ પેહરવું પડશે અને જો નહીં પેહરે તો દંડ થશે. આદેશ એમ છે કે ૨ વાર સુધી દંડ લેવામાં આવશે અને દંડ પીઆઈ અથવા ઇન્ચાર્જ લેશે અને જો ૨ વાર થી વધુ કોઈ પણ પકડાશે તો ખાતાકીય કાર્યવાહી થશે.મહત્વનું છે કે તેની સાથો સાથ કડક સૂચનામાં કેહવામાં આવ્યું છે, કે જો કોઈ પણ પીઆઈ અથવા ઇન્ચાર્જની નિષ્કાળજી દેખાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.