રાજદના વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદે પાર્ટી છોડી દીધી
પટણા, બિહાર વિધાનસભા ચુંટણી પહેલા રાજદને મોટો આંચકો લાગ્યો છે વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદ સિંહે ગુરૂવારે પાર્ટીને છોડવાની જાહેરાત કરી છે.દિલ્હી એમ્સમાં દાખલ રધુવંશ પ્રસાદે આ સંબંધમાં એક પત્ર રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મોકલ્યો છે. રધુવંશ પ્રસાદે લખ્યું છે કે તે રાજદમાં ૩૨ વર્ષ સુધી રહ્યાં આ દરમિયાન તેમણે પાર્ટીમાં ખુબ પ્રેમ મળ્યો પરંતુ હવે સાથ આપવાનો સંભવ નથી રધુવંશપ્રસાદ ખુબ સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં હતાં અને આ સંબંધમાં રધુવંશ પ્રસાદે પોતાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદેથી રાજીનામુ પહેલા જ આપી ચુકયા હતાં.
રધુવંશ પ્રસાદ સિંહની તબિયત બુધવારે અચાનક ખરાબ થઇ ગઇ હતી અને તેમને દિલ્હીની એમ્સની આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે તે ગત એક મહીનાથી દિલ્હીમાં જ છે માહિતી અનુસાર તેમને શ્વાસ લેવામાં પરેશાની થઇ રહી હતી. આ સાથે વારંવાર ખાંસીની ફરિયાદ હતી. પારકિવારિક સુત્રોના જણાવ્યા અનુસાર તેમને ન્યૂમોનિયાની ફરિયાદ છે એમ્સના ડોકટર તેમની દેખભાળ કરી રહ્યાં છે.એ યાદ રહે કે કેટલાક દિવસો પહેલા તેમને કોરોના થઇ ગયો હતો અને તેમની સારવાર પટણા એમ્સમાં કરવામાં આવી હતી કોરોના નેગેટીવ આવ્યા બાદ તે સ્વસ્થ થઇ ઘરે પાછા ફર્યા હતાં આ દરમિયાન તેમને ન્યુમોનિયાની પણ સામાન્ય ફરિયાદ બનેલ હતાં તેથી તેઓ દિલ્હી ગયા હતાં.HS