અઝહરૂદ્દીને સુકાનીના રૂપમાં ગાંગુલીને તેયાર કર્યો: રાશિદ લતીફ
નવીદિલ્હી, પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફે મોહમ્મદ અઝહરૂદ્દીનની પ્રશંસા કરી છે લતીફે કહ્યું કે અઝહરૂદ્દીનને સૌરભ ગાંગુલીની અંદર લીડરશીપર કવોલિટી વિકસિત કરવાનો ખુબ શ્રેય જાય છે અને આ પરંપરામાં ભારતીય ક્રિકેટને મહેન્દ્રસિંહ ધોની જેવા સુકાની હાંસલ કરવામાં મદદ કરી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર પૂર્વ સુકાની એમ એસ ધોનીની પ્રશંસા કરતા લતીફે ૯૦ના દાયકામાં અઝહરૂદ્દીન દ્વારા વિકસિત કરવામાં આવેલ કલ્ચરની બાબતમા વાત કરી.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
યુટયુબ ચેનલ કોટ બિહાઇડમાં કહ્યું હું મોહમ્મદ અઝહરૂદ્દીનની ખુબ ઇજજત કરૂ છું તેમણે ભારતીય ક્રિકેટની લાંબા સમય સુધી સેવા કરી અને ત્યારબાદ સૌરભ ગાંગુલી જેવા સુકાની માટે વિરાસત છોડી સૌરભ ગાંગુલીને સુકાનીના રૂપમાં તૈયાર કરવામાં અઝહરની મોટી ભૂમિકા રહી હતી સચિન અને રાહુલ જેવા મહાન ખેલાડી સૌરભ ગાંગુલીની સુકાનીમાં રમ્યા.
ગાંગુલીએ પોતાની વનડે ડેબ્યુ ૧૯૯૨માં અને ટેસ્ટ ડેબ્યુ ૧૯૯૬માં કર્યું બંન્ને પ્રસંગો પર અઝહરૂદ્દીન જ ભારતીય ટીમનો સુકાની હતો ગાંગુલીએ અઝહરની સુકાનીમાં ૧૨ ટેસ્ટ અને ૫૩ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટસમેન લતીફે કહ્યું કે ધોનીની સુકાનીમાં ગાંગુલી અને અઝહર બંન્નેની સુકાનીના ગુણ મોજુદ હતાં. લતીફે કહ્યું કે ગાંગુલીને સુકાનના રૂપમાં તૈયાર કરવા માટે વધુ ક્રિડેટ અઝહરને મળવી જાેઇએ જયારે ધોનીના કેરિયરને તૈયાર કરવામાં ગાંગુલીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી લતીફે કહ્યું કે અઝહરે ગાંગુલીને તૈયાર કર્યો અને ધોનીએ અઝહર અને ગાંગુલીની ખુબીઓ લઇ આધુનિક ક્રિકેટડ અનુસાર પોતાની સ્ટાઇલ તૈયાર કરી તેને પોતાની ટીમની મેચ જીતવાની ખુબીમાં વિશ્વાસ હતો ધોનીએ ટીમમાં જીતની માનસિકતા પેદા કરી ધોનીના સુકાની બાબતે લતીફે કહ્યું કે ધોની એક લીડર હતો તેણે યુવા ક્રિકેટરોને સમર્થન કર્યું અને તેમાં આત્મવિશ્વાસ ભર્યો.HS