Western Times News

Gujarati News

ઝઘડિયા પોલીસ મથક ખાતે યોજાયેલ લોક દરબારમાં ઝઘડિયામાં દબાણના મુદ્દે ડીએસપી આક્રમક મૂડમાં

(પ્રતિનિધિ) ભરૂચ, ગતરોજ ઝઘડિયા પોલીસ મથક ખાતે ડીએસપીના લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન દબાણના મુદ્દે ડીએસપી એ કડક વલણ અપનાવ્યું હતું, ઝઘડિયાગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા ચારરસ્તા પર પોલીસ મથક બનાવા માટે જમીન ફાળવાઈ છે.તે જ જમીનમાં દબાણ કરવામાં આવતા ડીએસપીએ દબાણ ચલાવી નહિ લેવાઈ તેમ જણાવ્યું હતું, આ ઉપરાંત ચોરી, ટ્રાફિક નિયમન મુદ્દે લોકો સાથે ચર્ચાઓ કરી હતી. ઝઘડિયા ચાર રસ્તાથી લઇ અંબાજી મંદિર સુધીના મુખ્ય રોડ પર દબાણની મોટી સમસ્યા ઉભી થઇ રહી છે.ગતરોજ જિલ્લા ડીએસપી ઝઘડિયા ખાતે લોક દરબાર યોજવા અને પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવ્યા હતા, તે દરમિયાન ડીએસપી પણ દબાણનો ભોગ બન્યા હતા.ઝઘડિયા ગ્રામ પંચાયત ઝઘડિયા ચારરસ્તા ખાતે પોલીસ મથક બનાવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે.

ગતરોજ પોલીસ લાઈન ની મુલાકાત સમયે પોલીસ મથક માટે ફાળવાયેલ જમીન માં મોટા પાયે દબાણ ઉભું થતા ડીએસપી પણ અવાક બન્યા હતા અને ઝઘડિયામાં દબાણ મુદ્દે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે જે કોઈ નું દબાણ હશે તે હટાવામાં પોલીસ પ્રજા સાથે છે.અચ્છા ચમરબંધી સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, આ ઉપરાંત શાળાઓમાં,ખેતરોમાં સિંચાઈની મોટર ચોરી બાબતે, ટ્રાફિક નિયમન બાબતે,ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન તથા અકસ્માત નિવારવા માટે ઝઘડિયા ચાર રસ્તા, ગુમાનદેવ, નાના સાંજા ખાતે સ્પીડ બ્રેકર મુકવાની સરપંચોની રજૂઆત પર જે તે વિભાગનું ધ્યાન દોરવા જણાવાયું હતું.


ઝઘડિયા બજારમાં કાયમ માટે એક પોલીસ કર્મચારી મુકવા,ઝઘડિયા જીઆઇડીસી એરિયામાં થતી ચોરી બાબતે જીઆઈડીસી એસોસીએસન ની રજૂઆત બાબતે આવનારા સમયમાં જીઆઈડીસીનું અલગ પોલીસ મથક બનાવની કાર્યવાહી ચાલી રહી છે તેમ જણાવ્યું હતું.ઝઘડિયાના ઉમલ્લા, વડિયા તળાવ, રાજપારડી,ઝઘડિયા વાલીએ ચોકડી,ગુમાનદેવ ફાટક જેવા અતિ ટ્રાફિક વાળા જાહેર સ્થળોએ જિલ્લા ટ્રાફિક, સ્થાનિક પોલીસ આડેધડ પોલીસ વાહન લઇ ચેકિંગના નામ પર વાહનો ઉભા કરાવી દેવાઈ છે જેથી અન્ય વાહન ચાલકોને હાડમારી પડે છે તે બાબતે રજુઆત થઈ હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.