મોબાઈલમાં આવેલ મેસેજથી પતિના લફરાંનો ભાંડો ફૂટ્યો
અમદાવાદ: પતિ-પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજી કોઈ વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે ઘર કંકાસની શરૂઆત થઈ જાય છે. અને અત્યાર સુધીમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં પતિ, પત્ની અને વોનો આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે ૧૦ વર્ષ પહેલા તેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. આજે વહેલી સવારે તેઓ પરિવાર સાથે જ્યારે ઘરમાં હાજર હતા
ત્યારે લગભગ ચાર વાગ્યાની આસપાસ તેમના પતિના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ તેના પતિનો મોબાઈલ તપાસતા તેમાં આ યુવતીના અનેક મેસેજ અને કોલ રેકોર્ડિંગ પણ હતા. જેથી ફરિયાદીએ તેના પતિને આ યુવતી સાથેના સંબંધો વિશે પૂછ્યું હતું. જેથી ફરિયાદીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો.
ફરિયાદી અને સમગ્ર બનાવની જાણ તેના પિતાને કરતા તેના પિતા પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.