૧૨ કરોડની છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુની ધરપકડ
સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી-સુરતમાં આરોપીઓ પર રૂપિયા પડાવી લઈને જમીનના કાગળિયા માટે લટકાવી રાખવાનો સંગીન આરોપ હતો
સુરત, સુરતની સોસણન લગાડી જેવી જમીન મામલે સતત ફરિયાદો સામે આવે છે ત્યારે સુરતના કોસાડની એક જમીન વેચ્યા બાદ રૂપિયા ૧૨ કરોડ પડાવી લઇને જમીન મલિકને દસ્તાવેજ નહિ કરી આપી છેતરપિંડી કરતા જમીન માલિક સામે આ મામલે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દેસાઈ બંધુઓની ધરપપકડ કરી છે
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સુરતના અડાજણ ખાતે રહેતા વિપુલ પટેલે કોસાડ ખાતે આવેલી ૧૩૦૫૦ ચોરસ મીટર જગ્યા વેચાણ કરવાની હોવાથી આ જમીનના માલિક પિન્ટુ દેસાઈ, અશ્વિન દેસાઈ અને દેવાંગ દેસાઈનો સંપર્ક કર્યો હતો. જોકે પિન્ટુ પોતાના હિસ્સાની જમીન ૧૫ કરોડ માં વેચવા માંગતો હતો. જોકે આ જમીનનો સોદો નક્કી કર્યા બાદ વિપુલ ભાઈ દ્વારા જમીને લઇને આ દેસાઈ બંધુને રૂપિયા ૧૨ કરોડ ચૂકવી આપ્યા હતા અને સોદા ખાતે કરી આપ્યો હતો.
જોકે જમીનમાં બ્લોક વિભાજનનો સમય લાગશે જેને લઈને દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો. જોકે સુરતમાં જમીન સોનાની લગાડી કહેવાય જેના દિવસે દિવસે ભાવ વધતા આ દેસાઈ બધુંની નજર બગડતા પહેલા સોદાખત વિપુલ ભાઈ પાસેથી પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરી રહ્યા હતા. જેને લઈને જમીન ખરીદનાર વિપુલ ભાઈને ખબર પડીકે આ જમીન આ ભાઈઓ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે.
જોકે વિપુલ ભાઈ એ ક્યાં દસ્તાવેજ અથવા રરૂપીયા ૧૨ કરોડ રૂપિયા પરત માંગતા જમીનના ભાવ વધી ગયા છે, જો વધુ રૂપિયા આપશો તો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. જોકે આ દેસાઈ બંધુ વિપુલ ભાઈ સાથે છેતરપિંડી કરતા હોવાનું લાગતા તેમણે આ મામલે સુરત ઝ્રૈંડ્ઢ ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આ દેસાઈ બધું માંથી પિન્ટુ અને અને તેના ભાઈ આશિષ દેસાઈની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં જમીન-મકાનના પ્રકરણો દિનપ્રતિદિન વિવાદમાં આવતા હોય છે.
રાજ્યના આર્થિક પાટનગરમાં જમીનોની અને મિલકતની અદવાતમાં ખૂન જેવા સંગીનો ગુનાઓ પણ આકાર લેતા હોય છે. દરમિયાન તાજેતરમાં જ વિવાદિત શૈલેષ ભટ્ટ અને બિલ્ડરની વચ્ચે ચાલી રહેલી તકરાર ચર્ચાની એરણે છે ત્યારે વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. જોકે, આ મામલે હાઇપ્રોફાઇલ જમીનનો હોવાના કારણે સીઆઈડી ક્રાઇમની ફરિયાદમાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે.