નદીના વહેણમાં ૫૦૦૦ જેટલી વિદેશી દારૂની કાચની બોટલ જોવા મળતા આશ્ચર્ય

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી સીંગવડ તાલુકાની સરહદ પર આવેલા પ્રતાપપુરા રા.ડુંગરપુર વચ્ચેથી પસાર થતી ચીબુટા નદીની વહેણમાં ૫૦૦૦ જેટલી દારૂની ખાલી કાચની બોટલો નો જથ્થો દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું દારૂબંધી છતાં પુષ્કળ જથ્થામાં બોટલો આવી ક્યાંથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.
![]() |
![]() |
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી એવી ચબોટા નદીના પટ્ટમાં સીંગવડ તાલુકા તેમજ સંજેલી તાલુકાની સરહદ પર આવેલા ના રાઠોડના ડુંગરપુરના સ્મશાન ઘાટ નજીક કોઈક હરામખોર ૫૦૦૦ જેટલી પુષ્કળ માત્રામાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી કાચની બોટલો પાણીના વહેણમાં નાખી દેતા તેના આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે
ત્યારે આટલી મોટી પુષ્કળ પ્રમાણમાં ખાલી બોટલો ક્યાંથી આવી તે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે પાણી ના વહેણમાં કાચની ખાલી બોટલો નો જથ્થો નખાતાં પાણીના વહેણમાં કાચ વહેવા લાગ્યા છે ત્યારે આસપાસના ગામોના ખેડૂતો પોતાના ઢોર ઢાંખરને પાણી પીવડાવવા તેમજ નહાવા માટે નદીમાં લઈ જાય છે અને પોતે પણ આ નદીમાં નહાવા પડે છે તેમજ ખેતરમાં તેમજ અન્ય કામોમાં પણ આ પાણીનો વપરાશ કરતા હોય છે.જેથી કાચની બોટલો અને કાચ વાગી જવાના ભયથી આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.*