Western Times News

Gujarati News

ઉદ્યોગ-ધંધા ફરી ધમધમતા કરવા તે ચેમ્બર ઓફ કોમર્સ સામે મોટો પડકાર

સરકારની ગાઈડલાઈનનો વેપાર-ધંધા-ઉદ્યોગોને વધુ લાભ થાય એવો પ્રયાસ કરાશે-જે તકલીફ પડી રહી છે એમાંથી ધંધાર્થીઓને બહાર લાવવા ચેમ્બરની પ્રાથમિકતા
(એજન્સી) અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા હોદ્દેદારોએ ચમ્બરન સુકાન સંભાળી લીધ છે. મહામારી બાદ બજાર ખુલી રહ્યા છે. ત્યારે ચેમ્બર માટેે મોટો પડકાર એ છે કે જે વેપાર-ધંધા-ઉદ્યોગોને નુકશાન થયુ છે તેમાંથી તેમને બહાર લાવવા, સરકારની ઉદ્યોગો માટેની નીતિઓ તથા ગાઈડલાઈન નો ઉદ્યોગોને મહતમ લાભ મળે અને બેરોજગાર થયેલા કર્મચારીઓને ફરીથી કામ ધધો મળી જાય તે માટે ચેમ્બર દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય

ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ, હોટલ ઈન્ડસ્ટ્રીઝ કાર્યરત થાય એ માટે સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે. હવે કોઈપણ પ્રકારના ભાવ કે ટેક્ષમાં વધારો ન થાય અને સ્ટેમ્પ ડ્યુટી સરકાર ઘટાડે એ માટે પણ ચેમ્બર રજુઆત કરશે.

આ ઉપરાંત સરકાર દ્વારા વેપાર-ધંધા ઉદ્યોગો માટેે જે નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે તેનો વધુમાં વધુ લાભ ઈન્ડસ્ટ્રીઝને કેવી રીતે મળે તેના માટે ચેમ્બર સતત પ્રયત્નશીલ છે. ચેમ્બરના વાઈસ પ્રેસિડેન્ટ કે.આઈ.પટેલે જણાવ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીઝ પહેલાની જેમ જ ધમધમતી થઈ જાય તે માટે ચેમ્બરની ટીમ પ્રયાસ કરી રહી છે.

ચેમ્બરના સીનિયર વાઈસ પ્રમુખ હમંતભાઈ શાહે જણાવ્યુ હતુ કે અઢીથી ત્રણ મહિના સુધી વેપાર-ધંધા-ઉદ્યોગો બંધ રહેતા વેપારીઓની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે. હવે જે તે વેપાર-ધંધા-ઉદ્યોગોને ફરીથી પહલાં જેવા ધમધમતા કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાઓ ચેમ્બર સરકાર સાથે મળીને નિરાકરણ કરે તે સૌથી મોટો પડકાર છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

ચેમ્બરસના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીઝ સાથે સાથે હવે હોટેલ અને ટુરીઝમ પણ ફરીથી ધબકતુ થઈ જાય એ અનિવાર્ય છે. જાે હોટલો બરોબર ખુલ્લી જશે તો ઈન્ડસ્ટ્રીઝને સીધો લાભ મળી શકે છે. હવે રિયલ એસ્ટેટમાં પણ ફરીથી રાબેતા મુજબનુ કામકાજ શરૂ કરવ હોય તો તાકીદે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી જરૂરી છે. કોરોનાના લીધે જે ઉદ્યોગોને અસર પડી છે એમને ફરીથી બેઠા કરવા માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારના પેટ્રોલ-ડીઝલ કે લોજીસ્ટીક્માં ભાવ વધારો ન કરે તે માટે પણ ચેમ્બર રજુઆત કરશે.

લઘુ ઉદ્યોગો અને એમ.એસ. એમ.ઈ.ને જે સમસ્યાઓ નડી રહી છે એનુ નિરાકરણ કરવા ચેમ્બરનુ ફોક્સ છે. એમએસએમઈ ફરીથી ધમધમતી થઈ જાય તો ઘણા પ્રશ્નો આપમેળે જ સોલ્વ થઈ જાય. મહામારીમાં જેમની નોકરી ગઈ છે કે વેપાર ધંધા ઉદ્યોગો બંધ થયા છે તેમને ફરીથી કામ ધંધો કેવી રીતે મળી રહે એ માટે પણ ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.