મોડાસામાં ન્યાયાલય પાસે CNG કાર સળગી, કાર ચાલકનો આબાદ બચાવ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા-શામળાજી રોડ પર જીલ્લા ન્યાયાલય પાસેથી પસાર થઈ રહેલી સીએનજી કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધ બર્નિંગ કાર જેવા દ્રશ્યો સર્જાયા હતા કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ કારચાલકને થતાં કાર ન્યાયાલ પાસે રોડ સાઈડ ઉભી રાખી સમય સુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા હતા ત્યારબાદ કારમાં ધીમેધીમે આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેની જાણ મોડાસા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે તાબડતોબ પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયરફાઇટરે પાણીનો મારો ચલાવ્યો હતો. તે પહેલા કારનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાખ થઇ ગયો હતો . આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.