Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે બબ્બે લાયબંબા પણ શોભાના ગાંઠીયા સમાન

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના પાસે બબ્બે લાયબંબા હોવા છતાં એકપણ લાયબંબો  આગ લાગે હાલ કામ આવતો નથી અને હિંમતનગર-તલોદ થી લાયબંબા બોલાવવા નો વારો આવે  છે ત્યારે રીપેરીંગ ના અભાવે હાલતો શોભાના ગાંઠીયા સમાન છે .

પ્રાંતિજ નગરપાલિકા મા રાજયસરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ના ખર્ચે અદ્યતન એક નહી પણ બબ્બે લાયબંબા આપ્યા છે પણ હાલતો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા બન્ને લાયબંબા નું રીપેરીંગ કે મેન્ટેનન્સ ના કરાવતા હાલતો બન્ને લાયબંબા માત્ર શોભાના ગાંઠીયા સમાન છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં આગ લાગવાના પ્રશ્નનો બને છે

પણ નગરપાલિકા પાસે બબ્બે લાયબંબા રીપેરીંગ કે મેન્ટેનન્સ કરેલ ના હોય શોભાના ગાંઠીયા જેમ માત્ર પડી રહ્યા છે ત્યારે હાલતો હિંમતનગર તથા તલોદ થી લાયબંબા બોલાવવા પડે છે ત્યારે લાયબંબા બહાર થી બોલાવવાતા લાંબુ અંતર હોવાથી ઘણીવખત બધુ આગમાં સ્વાહ થઇ ગયા પછી કે અડધું સળગી ગયા પછી આવતા આગમાં લાખોનું નુકસાન જતું હોય છે

ત્યારે પ્રાંતિજ પાલિકા ના ચીફઓફીસર આકાશ પટેલ દ્વારા તાત્કાલિક બન્ને લાયબંબા રીપેરીંગ કરવામાં આવે કે એક નવો લાયબંબો ખરીદવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું હાલતો શોભાના ગાંઠીયા સમાન પડેલ બન્ને લાયબંબા નું રીપેરીંગ કે મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી જેમાં એક લાયબંબો અમદાવાદ ખાતે છેલ્લા કેટલાય સમયથી ધુળ ખાય છે તો બીજો મોટો લાયબંબો પણ પ્રાંતિજ નગરપાલિકાના શોપિંગ આગળ બંધ હાલતમાં પડી રહ્યો છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં કોઇ આગ ને લઈને જાનહાની સર્જાશે તો જવાબદાર કોન રહેશે તે તો હવે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.