આઇપીએલ ૨૦૨૦માં પ્રથમવાર અમેરિકાની એન્ટ્રી
નવીદિલ્હી, કોલકતા નાઇટ રાઇડર્સએ ૨૯ વર્ષના અમેરિકી ફાસ્ટ બોલર અલી ખાનને હેરી ગર્નીના સ્થાન પર ટીમમાં સામેલ કર્યો છે. ઇગ્લેન્ડનો ગર્ની ખભાની ઇજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો આ કારણે તે પાછલા મહિને ઇગ્લેન્ડની વેટાલિટી બ્લાન્ટમાં પણ રમી શકયો ન હતો ખાન આઇપીએલમાં સામેલ થનાર પ્રથમ અમેરિકી ખેલાડી બની ગયો છે.
અલીએ સીપીએલ ૨૦૨૦માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું એ યાદ રહે કે આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીતનારી ટીકેઆર અને કેકેઆરની માલિકી વાળી કંપની એક જ છે સિનેમા સુપર સ્ટાર શાહરૂખ ખાન બંન્ને કંપનીઓના માલિક છે.
ત્રિનબાગોએ સીપીએલમાં તમામ ૧૨ મેચ જીતીને ટાઇટલ કબજે કર્યું શાહરૂખે તસવીરો પોસ્ટ કરીને પોતાના ટીમની જીત પર ખુશી વ્યકત કરી હતી અલી ખાને ત્રિનબાગો અને ચેન્નાઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની સાથે પ્લેનનની અંદરથી એક ફોટો શેર કરર્યો જેનું કેપ્શન હતું આગામી સ્ટોપ દુબઇ ખાન સીપીએલના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં સામેલ રહ્યો છેલ્લા ત્રણ વર્ષથી તે વિશ્વભરમાં ટી ૨૦ લીગ રમે છે કે કેકેઆરના સ્ટેન્ડ. બાય રડાર પર પાછલા વર્ષે પણ હતો આ વર્ષે તેણે સીપીએલમાં આઠ મેચોમાં ૭.૪૩ની ઇકોનોમીની સાથે આઠ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનના પંજાબના અટકમાં જન્મેલો અલી ૧૮ વર્ષની ઉમરમાં પોતાના પિતાની સાથે યુએસએ ચાલ્યો હતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે ખાનની ખાસિયત તેની ઝડપ છે અને ત સતત ૧૪૦ની સ્પિડથી બોલીંગ કરે છે તે હંમેશા અંતમાં બોલીંગ કરે છે ખાનગી યોર્કરને દમદાર માનવામાં આવે છે. એલીની વાત કરીએ તો તેને ડ્વેન બ્રાવો સીપીએલમાં લઇને આવ્યો હતો બ્રાવો અને તેની મુલાકાત ગ્લોબલ ટી ૨૦ કેનેડામાં થઇ હતી અલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચુકયો છે.HS