અમદાવાદના કુલ -૩૯ પરીક્ષા કેન્દ્રો પર નીટ-NEET યોજાઈ
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, ઉતરપ્રદેશ દ્વારા NEET (UG) ની પરીક્ષા તા. ૧૩/૦૯/૨૦૨૦ ના રોજ અમદાવાદના કુલ -૩૯ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ હતી. કોવિડ -૧૯ ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા કોવિડ -૧૯ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ હતું, જે મુજબ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કેન્દ્ર સંચાલક તથા આચાર્યશ્રીએ જરૂરી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષાર્થીઓ દ્વારા પણ કોવિડ -૧૯ ની સૂચનાઓનું પાલન થાય તે જરૂરી હતું. દરેક પરીક્ષા કેન્દ્રનો એન્ટ્રી ગેટ ૧૧.૦૦ કલાકે ખુલ્યા હતા તથા એન્ટ્રી ગેટ ૧૩.૩૦ કલાકે બંધ કરી દેવામાં આવ્યા હતા.
તમામ પરીક્ષાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત પણે જાળવવાનું રહેશે. દરેક પરીક્ષાર્થીએ કોલ લેટરમાં દર્શાવેલ તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તેમ અધિક નિવાસી કલેક્ટરશ્રી અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.