Western Times News

Gujarati News

સરખેજ વોર્ડમાં 1 લાખ જેટલી વસ્તીને નર્મદાનું શુધ્ધ પાણી મળશે

દક્ષિણ પશ્ચિમ ઝોનનાં સરખેજ વોર્ડમાં ૯૨૦૦૦ જેટલી વસ્તીને નર્મદાના શુધ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહેશે.

સરખેજ પોલીસ લાઇન પાસે ૧૬૫ લાખ લીટર ક્ષમતાની ભુગર્ભ ટાંકી બનાવાઈ

અમદાવાદ, દક્ષિણ પશ્ચિમ ઝોનનાં સરખેજ વોર્ડમાં મકરબા ગામ, સરખેજ રોઝા વિસ્તારમાં હાલમાં બોરવેલ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જેથી નેશનલ હાઇવે સમાંત્તર કેડીલા સર્કલ, અંબર ટાવર, મૈલાના માર્કેટ , ગુલજાર પાર્ક તથા સોનલ સીનેમા ક્રોસ રોડ સુધીનો વિસ્તાર, કુરેશીનગર, શ્રી નંદનગર, ઓમશાંતી નગર, શ્રી રામનગર તથા વેજલપુર રેલ્વે ક્રોસીંગ સુધીનો ગામ વિસ્તાર તથા અલબુર્જ, સરખેજ રોઝા , મોમીન પાર્ક, બીનલ પાર્ક, અલફારૂક સોસાયટી, સબનમ પાર્ક, કાબરી વિસ્તાર, તળાવનાં છાપરા, હિદાયત સોસાયટી, મકસદ સોસાયટી, અરોમા એપાર્ટમેન્ટ, ગોમતી વિસ્તાર , અજમેરી વાડી જેવા મકરબાગામ વિસ્તાર થઇ એસ.જી હાઇવે સુધીનાં વિસ્તારોમાં નર્મદાનું શુધ્ધ પાણી પુરું પાડવા માટે સરખેજ પોલીસ લાઇન પાસે રૂા. ૨૪.૯૯ કરોડના ખર્ચે ૧૬૫ લાખ લીટર ક્ષમતાની પંપ હાઉસ સાથેની ભુગર્ભ ટાંકી તથા ૨૭ લાખ લીટર ક્ષમતાની ઓવર હેડ ટાંકી બનાવવામાં આવેલ છે. જેથી આ ૨.૪૦ ચોરસ કી. મી. વિસ્તારમાં નર્મદાના શુધ્ધ પાણીનું વિતરણ કરવામાં આવશે. જેનાથી ૯૨૦૦૦ જેટલી વસ્તીને નર્મદાના શુધ્ધ પાણી પુરતા પ્રેશરથી મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.