Western Times News

Gujarati News

મોડાસાની નહેરૂ કુમાર પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા :મધ્યાહન ભોજન રૂમમાંથી બે ગેસ સિલિન્ડર, સગડી અને કુકરની ચોરી 

ભિલોડા“ભિલોડા: અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીઓ સક્રીય થઈ છે જીલ્લામાં બંધ મકાનોમાં ત્રાટકતા ચોર,તસ્કરોનો ડોળો હવે લોકડાઉનમાં સુનીસુની બનેલી શાળાઓમાં ડોરો ઠેરવ્યો હોય તેમ જીલ્લામાં બંધ શૈક્ષણિક સંકુલો અને શાળાઓને નિશાન બનાવી રહ્યા છે મોડાસા-હિંમતનગર હાઈવે પર આવેલી શ્રી મહાદેવપુરા નહેરૂ કુમાર પ્રાથમિક શાળામાં ત્રાટકી મધ્યાહન ભોજનના રૂમના દરવાજાનું તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા,

અને બે ગેસના  બોટલ, બે સગડા અને કુકરની ચોરી કરી રફુચક્કર થતા શાળાના આચાર્ય વિનુભાઈ રાઠોડે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવા પગના તળિયા ઘસી નાખ્યા છતાં રૂરલ પોલીસ ધક્કા ખવડાતી હોવાથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા આખરે મોડાસા રૂરલ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી

મોડાસા-હિંમતનગર હાઈવે પર આવેલી શ્રી મહાદેવપુરા નહેરૂ કુમાર પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટકી મધ્યાહ્ન ભોજનના રૂમનું લોક તોડી અંદરથી વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવવા વપરાતા ગેસના બે સિલિન્ડર, બે સગડી અને ૧ કુકર મળી કુલ.રૂ.૪૭૦૦/- ના માલસામાન ની ચોરી કરી ગયા હતા

શાળાએ પહોંચેલા આચાર્ય વિનુભાઈ રાઠોડે મધ્યાહ્ન ભોજન રૂમનું તાળું તૂટેલું જોતા મધ્યાહ્ન ભોજન ઓર્ગેનાઈઝર રેણુકાબેન સગરને તાત્કાલિક શાળાએ બોલાવ્યા હતા અને અંદર તપાસ કરતાં રસોડામાં રહેલા ગેસ સિલિન્ડર,સગડી અને કૂકરની ચોરી થયાનું જણાતા આ અંગે મોડાસા રૂરલ પોલીસને લેખીત જાણ કરી ફરિયાદ નોંધવા રજુઆત કરી હતી તેમ છતાં રૂરલ પોલીસે ફરિયાદ નોંધવા માટે ધરમધક્કા ખવડાવી રહી હોવાથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા મોડાસા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી હોવાનું આક્રોશ પુર્વક જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.