Western Times News

Gujarati News

કોરોના સંક્રમણ વધતા લોકો સ્વેૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. વિશ્વમાં દ્વિતીય ક્રમે ભારત આવી ગયુ છે. આગામી દિવસોમાં જાે કોરોનાના કેસો આ ગતિથી જ વધશે તો ભારતનો પ્રથમ ક્રમ આવી જશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતામાં મુકાયુ છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા લોકો -વેપારીઓ ફિકરમાં મુકાયા છે. રાજ્યમાં કેટલાકં સ્થળોએ ફરીથી નાગરીકો- વેપારીઓ ‘સ્વેૈચ્છીક લોકડાઉન’ તરફ વળ્યા છે. એક અઠવાડીયા સુધી લોકડાઉનની વેપારી એસોસીએશનો એ જાહેરાત કરી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારોમાં બજારોના કામકાજના કલાકો ઘટાડવામાં આવી રહ્યા છે.

કોરોના સંક્રમણમાં અનલોકમાં એક તબક્કે ઘટાડો નોંધાયો પછી કેસોમાં અચાનક વધારો થતાં રાજ્ય સરકાર ચિંતીત થઈ છે. કોરોના સામે સતત લડત આપતા ડોક્ટરો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટમાં કેસો વધતા અમદાવાદથી વધારે ડોક્ટરોને રાજકોટ મોકલવામા આવી રહ્યા છે. સુરતમાં સ્થિતિ સુધરવાનુ નામ લેતી નથી. અમદાવાદ શહેર-ગ્રામ્યમાં કેસો સતત વધતા ચિંતા પ્રસરી છે. અનલોકમાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને સરકારી ગાઈડલાઈનનુ પાલન કરતા નહીં હોવાથી કસો વધી રહ્યા છે.

જાે કે ગ્રામ્ય વિસ્તારો તથા સુરત-રાજકોટ જેવા શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં સ્વેૈચ્છીક લોકડાઉન વધી રહ્યુ છે. લોકો કોરોનાથી ગભરાઈને પુનઃસ્વેૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.