સૌથી પહેલા હું લગાવીશ કોરોના વેકસીન: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધન
નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને કહ્યું છે કે જાે લોકોને કોરોના વાયરસની વેકસીન અંગે વિશ્વાસની કમી છે તો સૌથી પહેલા હું વેકસીન લગાવડાવીશ.આ ઉપરકાંત આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેકસીન આવ્યા બાદ પ્રાથમિકતાના હિસાબથી વેકસીન આપવામાં આવશે હર્ષવર્ધને કહ્યું કે કોવિડ વેકસીન અંગે આપાતકાલીન પ્રાધિકરણને ટુંક સમયમાં મંજુરી મળી શકે છે. કોવિડ ૧૯ વેકસીનને પ્રાથમિકતાના આધાર પર મોર્ચા ઉપર કામ કરી રહેલા સ્વાસ્ત્ય કર્મીઓ,વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીથી પીડિત લોકોને આપવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે જાે લોકોના મનમાં કોવિડ વેકસીન અંગે કોઇ ભ્રમની સ્થિતિ હોય તો તે પોતે પહેલા વેકસીન લગાવશે એ યાદ રહે કે દેશમાં ત્રણ વેકસીન ઉમેદવારો કિલિનિકલ ટ્રાયલના વિવિધ ચરણોમાં છે જેનાથી બે ભારતના છે જયારે ત્રીજાે ઓકસફોર્ડ યુનિવર્સિટીનું છે તાજેતરમાં ઓકસફોર્ડ વેકસીનના ટ્રાયલ ઉપર રોક લગાવી હતી.
વેકસીનના મનુષ્ય ઉપર પરીક્ષણ શરૂ થયા પહેલા પરીક્ષણમા સામેલ એક પ્રતિભાગી ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડવાની બાબત સામે આવી હતી ત્યારબાદ ટ્રાયલ ઉપર રોક લગાવવામાં આવી હતી ત્યારબાદ સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા ભારતીયે કહ્યું કે તે ભારતના ઔષધિય મહાનિયંત્રણકની મંજુરી મળ્યા બાદ આસ્ટ્રા જેનેકાની કોવિડ ૧૯ વેકસીનનું કિલિનિકલ પરીક્ષણ શરૂ કરશે. દવા કંપની આસ્ટ્રા જેનિકાએ કહ્યું કે બ્રિટનમાં મેડિસિન હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજુરી મળ્યા બાદ આસ્ટ્રા જેનેકા ઓકસફોર્ડ કોરોના વાયરસની વેકસીન એજેડડી ૧૨૨૨નું કિલિનિકલ પરીક્ષણ શરૂ કર્યું છે આથોરિટીએ કહ્યું કે પરીક્ષણ સુરક્ષિત છે સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયટાના એક નિવેદનમાં કહ્યું કે ડીસીજીઆઇ પાસેથી મંજુરી મળ્યા બાદ પરીક્ષણ શરૂ કરશે.
એઅઆઇઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી આદર પુનાવાલાએ કહ્યું કે મેં પહેલા કહ્યું એમ જયાં સુધી પરીક્ષણ પુરૂ નહીં થાય ત્યાં સુધી કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચવું ન જાેઇએ જાે કે ઘટનાની શ્રેણી આ વાતનું સ્પષ્ટ ઉદાહરણ છે કે કેમ આપણે પક્ષપાતપૂર્વ ન હોવું જાેઇએ અંત સુધી પ્રક્રિયાનું સમ્માન કરવું જાેઇએ.HS