ક્રિષ્ણનગરમાં દારૂના મુદ્દે છુરેબાજી બાદ પથ્થરમારો

બેને ઈજાઃ વાહનને નુકશાન પહોંચ્યું પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ)અમદાવાદ, સૈજપુર વિસ્તારમાં એક વેપારીએ મિત્રને દારૂ અપાવ્યો હતો. જાે કે મિત્રએ ખરાબ દારૂ આપ્યો હોવાનું કહેતાં વેપારીએ દારૂ આપનાર શખ્સને આ અંગે ફરીયાદ કરી હતી. બાદમાં તેમની વચ્ચે ઝઘડો થતાં શખ્સે ઝપાઝપી કરી હતી. દરમિયાન બંને તરફ ચપ્પાનાં ઘા વાગ્યા હતાં. એ દરમિયાન વેપારીનાં મિત્રો પણ આવી જતાં તેમની વચ્ચે પથ્થરમારો થયો હતો.
![]() |
![]() |
આ ઘટનાની ફરીયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા અનુસાર ભરતભાઈ ઉર્ફે શશી અડવાણી (આર્ય સમાજની ગલી, સૈજપુર) ખાતે રહે છે અને કાપડની દલાલી કરે છે. રવિવારે રાત્રે નવ વાગ્યે તેમનાં પિત્ર હિતેશભાઈએ ફોન કરી પવન મેનુભાઈ ઘાવાણી (એમ.ડી.સ્કુલ, સૈજપુર)એ મને ખરાબ દારૂ આપ્યો છે અને વધુ રૂપિયાની માંગણી કરી દારૂ બોલે છે. તેવી વાત કરી હતી. આ અંગે મોડી રાત્રે સાડા બાર વાગ્યાનાં સુમારે પવન અને ભરતભાઈ મળ્યા હતા. દરમિયાન કમલેશ મુરલીધર થવાની તથા વિજુ નામના શખ્સો
ત્યાં આવતાં પવને હિતેશ મને ગાળો બોલે છે તેવી વાત કરી હતી. જેથી કમલેશ અચાનક ઊશ્કેરાઈ જઈ ભરતભાઈ સાથે ઝઘડો કર્યાે હતો અને ચપ્પુ મારવા જતાં તેમની વચ્ચે ઝપાઝપી થતા કમલેશને ગળામાં જ્યારે ભરતભાઈને હાથ ઉપર ઈજા થઈ હતી. દરમિયાન હિતેશભાઈ તથા અન્ય લોકો ગાડીમાં ત્યાં પહોંચતા આ તમામ લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં ભરતભાઈને વધુ ઈજા થતાં સિવિલ પહોંચ્યા હતાં. જ્યારે હિતેશભાઈની ગાડીને નુકસાન પહોંચ્યું હતું. બાદમાં ભરતભાઈએ આ ઘટના અંગે ફરીયાદ નોંધાવતાં કૃષ્ણનગર પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.