Western Times News

Gujarati News

ગીતા મંદિર પાસે ખોદકામ કરતા પુરાતન બાંધકામ મળ્યું

અમદાવાદ: ગીતા મંદિર જૂનું બસ સ્ટેશનની જગ્યા પર નવું બસપોર્ટ બની રહ્યું છે. બસપોર્ટનું કામ ચાલી રહ્યું છે. જોકે, બસપોર્ટ પર કામ ચાલુ થાય તે પહેલાં જ હેરિટેજ દરવાજાને તોડવા અંગે ઘણો મોટો વિવાદ સર્જાયો હતો.પરંતુ એ વિવાદ પૂર્ણ થયા બાદ ફરી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નોર્થ પ્લોટ એટલે કે જ્યાં અત્યારે બસપોર્ટનું કામ ચાલી રહ્યું છે. તે જગ્યા પર ખોદકામ થઈ રહ્યું હતું. તે દરમિયાન એક ટનલ જેવું કંઈ જોવા મળતા ઘણું જ કુતૂહલ સર્જાયુ છે. અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્‌ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

 

કોટ વિસ્તારની અંદરના અમદાવાદને આ સન્માન મળ્યું છે. આપણુ શહેર અનેક ઐતિહાસિક વિરાસતોથી ભરેલુ છે. ત્યારે ખોદકામમાં આવી કોઇ ટનલ મળવી કોઇ નાની વાત નથી. આ પાછળ પણ તેનો કોઇ ઇતિહાસ રહ્યો હશે. જોકે, હજી આ ટનલ જેવા આકારનું શું છે તે અંગે તો કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ તેમા જવા માટે પગ મુકવાનાં પગથિયા પણ દેખાય છે.જોકે, પહેલેથી રાજા શાહી વખતનો ગેટ ત્યાં હતો.એટલે આ ટનલ જમીનમાં જોવા મળતા કુતુહલ સર્જાતા શુ છે

તે જાણવા માટે પોલીસ અને પુરત્વવ વિભાગની ટિમ ગીતા મંદિર પહોંચી છે.હવે આ ટર્નલ છે કે બીજું કંઈ તેની તપાસ શરૂ થઈ છે. કારણ કે, જમીનની અંદર કઇ સદીનું બાંધકામ છે. કેટલા વર્ષ પહેલા આ બાંધકામ થયું છે. તેની તપાસ થયા બાદ જાણવા મળશે. જોકે લોકો માં પણ ઉત્સુકતા થયા છે. હાલ તો જે જગ્યા પર ટનલ જેવું બાંધકામ મળી આવતા કામકાજ બંધ કર્યું છે.મહત્વપૂર્ણ છે કે, ગીતા મંદિર બસ સ્ટેશન પર પીપીપી ધોરણે બસપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. બસપોર્ટ હબટાઉન કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.