ધવને અજિંક્ય અને અશ્વિનને પંજાબી ડાન્સ સ્ટેપ્સ શીખડાવ્યા
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં તે પોતાની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના ભાગીદાર અજિંક્ય રહાણે અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પંજાબી ડાન્સ સ્ટેપ્સ શીખવી રહ્યો છે. પ્રતિષ્ઠિત ટી૨૦ લીગ આઇપીએલની આગામી સીઝન ૧૯ સપ્ટેમ્બરથી યુએઇમાં રમાશે. આ માટે, તમામ ટીમોના ખેલાડીઓ સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ પણ તેના પ્રથમ ટાઇટલની શોધમાં સખત મહેનત કરી રહી છે. દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં અશ્વિન અને રહાણેને કેટલાક પંજાબી ડાન્સ સ્ટેપ્સ શીખવતા હતા. તેણે લખ્યું, ‘મારી ટીમના બે સાથી ખેલાડીઓને કેટલાક પંજાબી સ્ટેપ્સ કરાઈ રહ્યો છું.
તેમને એમાં પ્રવેશવામાં થોડો સમય લાગશે. તેમને હંમેશાં શરમાળ હોય તેવા નૃત્ય કરતા જોઈને આનંદ થાય છે. હંમેશાં આનંદ કરો અને બાળકને તમારી અંદર જીવંત રાખો. ગત સિઝનમાં ધવન પણ દિલ્હીની ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો, જ્યારે અશ્વિન અને રહાણેને ગત વર્ષની પંજાબ, રાજસ્થાન રોયલ્સની ક્રમશ હરાજી પહેલા ટ્રેડ-ર્કકફ બાદ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.