વોડાફોન આઇડિયાએ ગિગાનેટ લોંચ કરવાની જાહેરાત
વીએ નવા ગિગાનેટ નેટવર્કનું અભિયાન ભારતમાં શરૂ કર્યું
વી નવી બ્રાન્ડ છે, જે ભારતની બે સૌથી વધુ પસંદગીની ટેલીકોમ બ્રાન્ડ વોડાફોન અને આઇડિયાના મર્જનથી ઊભી થઈ છે. આ બ્રાન્ડે આજે ગિગાનેટ લોંચ કરવાની જાહેરાત કરી હતી, જે ભારતનું મજબૂત 4જી નેટવર્ક છે. આ નેટવર્ક યુઝર્સને વાસ્તવિક સમયમાં તમામ કામગીરી સતત જોડાયેલા રહીને આગળ રહેવા સક્ષમ બનાવશે. ભારતની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઇડિયા લિમિટેડએ સૌથી મોટા સ્પેક્ટ્રમ પોર્ટફોલિયો, સૌથી વધુ ક્ષમતા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક સ્થાપિત કર્યું છે તથા આ નેટવર્ક 5જી માળખાના ઘણા પાસાં પર નિર્મિત છે, જે નેટવર્કનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે.
https://westerntimesnews.in/news/72369
ગિગાનેટ રેકોર્ડ ટાઇમમાં પૂર્ણ થયેલા સૌથી મોટા નેટવર્ક ઇન્ટિગ્રેશન અને દુનિયામાં પ્રથમ પ્રકારની સ્પેક્ટ્રમ રિફાર્મિંગની કવાયતનું પરિણામ છે. ભારતની સૌથી મોટા એઆઈ પાવર્ડ મા-મિમો સાઇટમાં સ્થાપિત ગિગાનેટ ભારતનું સૌથી મોટું યુનિવર્સલ ક્લાઉડ છે, જે એને સૌથી વધુ મજબૂત, ભવિષ્ય માટે સજ્જ, અત્યાધુનિક, હાલના સમયમાં ડાયનેમિક નેટવર્ક બનાવે છે. આ નેટવર્ક કોવિડ પછીની દુનિયામાં ડેટા ટ્રાફિકને મોટા પ્રમાણમાં સમાવવાની ક્ષમતા ધરાવે છે.
https://westerntimesnews.in/news/72406
ગિગાનેટ લોંચ કરવાની જાહેરાત પર વોડાફોન આઇડિયા લિમિટેડનાં ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ કહ્યું હતું કે, “ટેલીકોમ નેટવર્કની ભૂમિકા હવે કોલિંગ કે ઇન્ટરનેટ સર્ફિંગ પૂરતી મર્યાદિત રહી નથી, પણ હવે લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ગિગાનેટ એ વીનું ડિજિટલ સોસાયટી માટે કનેક્ટિવિટી ઉપરાંતની ઉપયોગિતા પૂર્ણ કરવાનું પ્લેટફોર્મ બનશે.
આ સૌથી વધુ ઝડપી ડાઉનલોડિંગ અને અપલોડિંગ ક્ષમતા, ઓછી લેટન્સી અને રિયલ-ટાઇમ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડે છે. અમે એવી ટેકનોલોજી ધરાવીએ છીએ, જેમાં NWના પાર્ટ્સ જ્યાં જરૂર હોય ત્યાં માગ પૂર્ણ કરવા સ્વયં-કાર્યદક્ષતાની ક્ષમતા ધરાવે છે. આ મજબૂત, સાતત્યપૂર્ણ અને વિક્ષેપ વિના કામગીરી કરવાની સુવિધા આપે છે અને આજના વ્યક્તિગત સ્માર્ટફોન યુઝર્સ અને કોર્પોરેટ, એસએમઈ અને સરકારી સંસ્થાઓની હાયપર કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરે છે. વધારે ક્ષમતા અને અભૂતપૂર્વ કવરેજ સાથે ગિગાનેટ તમને વધારે ઝડપ સાથે ઘણું કામ કરવાની અને જીવનમાં આગળ વધવાની ક્ષમતા આપશે.”
https://westerntimesnews.in/news/72390
ગિગાનેટ ભવિષ્ય માટે સજ્જ છે તથા મજબૂત, શ્રેષ્ઠ અને ઝડપી નેટવર્ક પ્રદાન કરે છે. વીઆઇએલનું 4જી પોપ્યુલેશન કવરેજ હવે આશરે 1 અબજ ભારતીયો સુધી પહોંચ્યું છે અને કંપનીએ કવરેજ અને ક્ષમતા વધારવા 4જીમાં રોકાણ કરવાનું જાળવી રાખશે. વીઆઇએલએ સફળતાપૂર્વક અત્યાધુનિક ટેકનોલોજીઓ સ્થાપિત કરી છે અને નેટવર્કમાં આ રોકાણથી ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે તથા ઓકલા મુજબ, વીઆઇએલને ઘણા બજારોમાં સૌથી વધુ ઝડપી 4જી સ્પીડ ઓફર કરવા સક્ષમ છે, જેમાં મેટ્રો સામેલ છે. વીના ગ્રાહકો હવે હાઈ પાવર્ડ, યુનિફાઇડ નેટવર્કની સંયુક્ત ક્ષમતાનો લાભ લેશે.
https://westerntimesnews.in/news/72432
વીનું ગિગાનેટ ટીવી અને ડિજિટલ પર હાઈ ડેસિબલ રચનાત્મક જાહેરાત અભિયાન દ્વારા આજથી ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સ માટે શરૂ થયું છે. આ અભિયાનમાં ગિગાનેટને એવા નેટવર્ક રીતે રજૂ કરવામાં આવ્યું છે, જે હાલ ચાલુ પરિવર્તનકારક સમયગાળામાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરે છે. ગ્રાહકોને જીવનમાં પ્રગતિ કરવા, વર્તમાનને વધારે શ્રેષ્ઠ બનાવવા અને ઉજ્જવળ ભવિષ્યની રચના કરવામાં મદદરૂપ થવા આ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.
નવા ગિગાનેટ અભિયાન પર વોડાફોન આઇડિયા લિમિટેડના ચીફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ બ્રાન્ડ ઓફિસર કવિતા નાયરે કહ્યું હતું કે, “કનેક્ટિવિટીની જરૂરિયાતોમાં મુખ્ય પરિવર્તન કરવાની જરૂર છે અને આ માટે અમે તાજેતરમાં વી લોંચ કર્યું છે, જે ડિજિટલ ભારતીયો માટે ભવિષ્ય માટે સજ્જ નેટવર્ક છે. વીનું ગિગાનેટ વોડાફોન અને આઇડિયા એમ બંને નેટવર્કની સંયુક્ત ક્ષમતા પર નિર્મિત છે, જેથી ભારતમાં સૌથી મોટા સ્પેક્ટ્રમ સાથે સુપર-ચાર્જ નેટવર્ક ઊભું થયું છે. ગિગાનેટથી પાવર્ડ વી તમને સતત કામગીરી કરવા અને આગળ રહેવામાં મદદરૂપ થશે. નવું અભિયાન આ ભવિષ્યના નેટવર્કને પ્રસ્તુત કરે છે, જે અત્યાધુનિક સંપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવો પૂરાં પાડે છે. આ દર્શાવે છે કે, તમારા સાથે ગિગાનેટ કેવી રીતે આગળ વધશે અને તમને દરેક ક્ષણે, દરરોજ વધારે મદદરૂપ થશે.”