Western Times News

Gujarati News

આર્મી એર ડિફેન્સ દ્વારા વડોદરા ખાતે 81મા કોર્પ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad, વડોદરા ખાતે એર ડિફેન્સ બ્રિગેડ દ્વારા 15 સપ્ટેમ્બર 2020ના રોજ કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સના 81મા કોર્પ્સ દિવસની ઉજવણી સંપૂર્ણ જુસ્સા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કોવિડ-19 મહામારીને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલા તમામ સાવચેતીના પગલાં અને દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સના તમામ સેવાનિવૃત્ત સૈનિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિવિધ રમતો ઉપરાંત ઓવરઓલ ચેમ્પિયનશીપ બેનર અને પ્રોફેશનલ ટ્રોફી પણ વિવિધ યુનિટને 12 સપ્ટેમ્બર 2020ના રોજ કોર્પ્સ ડેની ઉજવણી સાથે સંપન્ન થયેલા અગાઉના તાલીમ વર્ષમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં સિદ્ધિઓ હાંસલ કરવા બદલ એનાયત કરવામાં આવી હતી.

કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સની પ્રથમ વખત શરૂઆત 15 સપ્ટેમ્બર 1940ના રોજ મુંબઇમાં કોલાબા ખાતે નંબર 1 એન્ટી એરક્રાફ્ટ ટેકનિકલ તાલીમ બેટરી તરીકે કરવામાં આવી હતી, ત્યારબાદ 1940-45ના સમયગાળામાં એન્ટી એરક્રાફ્ટ રેજિમેન્ટ્સ અને એન્ટી એરક્રાફ્ટ તાલીમ કેન્દ્રોનો ઉદય થયો હતો.

એન્ટી એરક્રાફ્ટ યુનિટ્સે બ્રિટિશ ભારતીય આર્મીમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી હતી અને ભારત તેમજ દુનિયાના અન્ય ભાગોના સહયોગી દળોના સંરક્ષણમાં ખૂબ ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી. ભારતીય એન્ટી એરક્રાફ્ટ ગનર્સના બલિદાનના કારણે જ બ્રિટનને જાપાન સામે સજામુક્તિ સાથે યુદ્ધમાં વિજય મેળવવામાં મદદ મળી શકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.