CEOથી માંડી ઇન્ટર્નની પણ જાસૂસી થઈ રહી છે
        નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે સોમવારે હાઇબ્રિડ વોરફેરને લઈને એક મોટા કાવતરનો ખુલાસો થયો છે. ચીન પોતાની એક કંપનીના માધ્યમથી ભારતની લગભગ ૧૦ હજારથી વધુ હસ્તીઓ અને સંગઠનોની જાસૂસી કરાવી રહ્યું છે. હવે વધુ એક ખુલાસામાં જાણવા મળ્યું છે કે ચીનની નજર ભારતની અર્થવ્યવસ્થા પર છે. એક રિપોર્ટ મુજબ, ચીન ભારતની પેમેન્ટ એપ, સપ્લાય ચેઇન, ડિલીવરી એપ્સ અને આ એપ્સના સીઇઓ સીએફઓ સહિત લગભગ ૧૪૦૦ વ્યક્તિઓ અને સંસ્થાનોની જાસૂસી કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન કંપની લિમિટેડે ઓવરસીઝની ઇન્ડિવિજુઅલ ડેટા બેઝ તૈયાર કર્યો છે. ચીનની વૉચ લિસ્ટમાં ભારતીય રેલવેમાં ઇન્ટર્નશીપ કરી રહેલા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સથી લઈને અઝીમ પ્રેમજીની વેન્ચર કંપનીના ચીફ ઇન્વેસ્ટમેનટ ઓફિસર સુધી સામેલ છે.
 Click on logo to read epaper English | 
 Click on logo to read epaper Gujrati | 
આ ઉપરાંત ચીન ભારતના સ્ટાર્ટઅપ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં સ્થિત વિદેશી રોકાણકારો અને તેના સંસ્થાપક અને સીઈઓ ઉપર પણ નજર રાખી રહ્યું છે. ટીકે કુરિયન પ્રેમજી ઇન્વેસ્ટમાં મુખ્ય રોકાણ અધિકારી, અનીશ શાહ ગ્રુપ સીએફઓ (મહિન્દ્રા ગ્રુપ), પીકે એક્સ થોમસ સીટીઓ (રિલાયન્સ બ્રાન્ડ), બ્રાયન બાડે મુખ્ય કારોબારી (રિલાયન્સ રિટેલ), વિનીત સેખસરિયા- કન્ટ્રી હેડ (મોર્ગન સ્ટેનલી), ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલ, ઝોમેટોના સંસ્થાપક અને સીઇઓ દીપિન્દર ગોયલ, સ્વીગીના સહ-સંસ્થાપક અને સીઇઓ નંદન રેડ્ડી, ન્યાકાની સહ-સંસ્થાપક અને સીઇઓ ફાલ્ગુની નાયર, ઉબર ઈન્ડિયાના મુખ્ય ચાલક સંચાલન પાવન વૈશ્ય, પેયુના ચીફ નમિન પોટનીસ પર ચીન સતત નજર રાખી રહી છે. ચીનની શેનઝેન અને ઝેન્હુઆ ફન્ફોટેક કરી રહી છે જાસૂસીચીનની કંપની શેનઝેન ઇન્ફોટેક અને ઝેન્હુઆ ઇન્ફોટેક આ જાસૂસી કરી રહ્યું છે.
શેનઝેન કંપની આ જાસૂસી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર માટે કરી રહી છે. આ કંપનીનું કામ બીજા દેશો પર નજર રાખવાનું છે. નોંધનીય છે કે, સોમવારના અહેવાલ મુજબ, ચીન સરકાર અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીથી જોડાયેલી એક મોટી ડેટા કંપની ઓછામાં ઓછા ૧૦ હજાર ભારતીયોના રિયલ ટાઇમ ડેટા પર નજર રાખી રહી છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષની મોટી નેતા સોનિયા ગાંધી અને તેમનો પરિવાર, વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી, ન્યાયતંત્રથી લઈને ઉદ્યોગ જગતની મોટી હસ્તીઓ અને ત્યાં સુધી કે મીડિયા સાથે જોડાયેલા લોકો પણ સામેલ છે.
યાદીમાં કેટલાક અપરાધી અને આરોપીઓના નામ પણ સામેલ છે. રિપોર્ટ મુજબ, ૧ સપ્ટેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી વેબસાઇટમાં આપવામાં આવેલા ઇ-મેલ આઈડી પર એક ક્વેરી મોકલવામાં આવી હતી, જેનો કોઈ જવાબ આવ્યો નહીં. ૯ સપ્ટેમ્બરે આ કંપનીએ પોતાની વેબસાઇટ પેસિવ કરી દીધી છે. હવે તે ખુલી નથી રહી. રિપોર્ટ મુજબ, દિલ્હીમાં ચીની દૂતાવાસના એક સૂત્રએ કહ્યું કે, ચીને કંપનીઓ કે વ્યક્તિઓની ચીની સરકાર માટે બેકડોર કે સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરવાના અન્ય દેશોના ડેટા ચોરવા માટે નથી કહ્યું. જોકે, સવાલ એ છે કે જો ચીની સરકારે આવું નથી કહ્યું તો ચીની સરકારે ઓકેઆઈડીબી ડેટાનો ઉપયોગ કયા ઉદ્દેશ્યથી કર્યો?

Click on logo to read epaper English