નવસારીમાં પતિ-પત્નિએ સાથે મળી યુવકની ઘાતકી હત્યા કરી
નવસારી: પતિ પત્ની અને વોનો અંજામ મોટેભાગે કરુણ અને અપરાધથી ભરેલો આવતો હોય છે, અને પરિણામમાં હત્યા થાય એવા કિસ્સા પણ બનતા આવ્યા છે. જેમાં હત્યાનો તખ્તો ઘડવો પણ આધુનિક થઈ ગયો હોય એમ ટીવી ચેનલમાં આવતી ક્રાઈમ સિરિયલો જોઈને અહીં પ્રેમિકાના પ્રેમીને મોતનો અંજામ અપાયો છે. તારીખ ૦૩-૦૩-૨૦ના રાત્રે ૯ વાગ્યે ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી સરપંચ જેનું નામ નિલેશ છનાભાઈ પટેલની હત્યા કરાયેલી લાશ શેરડીના ખેતરમાં મળી આવતા પોલીસ તપાસ શરૂ થઈ અને પોલીસ માટે ગુનો ઉકેલવો એ એક ગુત્થી બની ગઈ.
જેને ઉકેલવા માટે પોલીસે ચારો તરફ પોતાના નેટવર્કની જાળ બિછાવી દીધી. સમગ્ર કેશની તપાસ ચીખલી પોલીસ પાસેથી એલસીબીને સોંપવામાં આવી એક પછી એક કડીઓ જોડતી ગઈ અને અંતે ૬ મહિના બાદ એલસીબીને સફળતા મળી અને હત્યાનો નિચોડ લગ્નેતર સંબંધ સામે આવ્યા જેમાં પત્નીના પ્રેમીને પતિ અને પત્ની સાથે બે સાગરીતોને લઈને જુવાનજોધ નિલેશનું કાસળ કાઢી નાખ્યું. હત્યા કરવા પેહલા આરોપી ઓએ સેલો ટેપ હાથમાં લગાવી જેથી હાથના નિશાન હથિયાર પર ન આવે અને તમામ પુરાવાઓને સળગાવીને નાબૂદ કર્યા. જે ટીવી સિરિયલોમાંથી જોય ને આરોપીઓએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો.
આમ તો આરોપીઓ ચાલાક હતા પરંતુ મિત્રો સાથે દારૂના નશામાં લવારે ચઢતા પોલીસના બતમીદારો સુધી વાતો પોહચતા આખરે તમામ લોકો પાંજરે પુરાયા છે. જેમાં બે સહ આરોપી મજૂર છે પણ લગ્નમાં રૂપિયાની મદદ કરીશ અને બીજું બધું તમારું પૂરું પડીશુંની લાલચ આપી હતી જેના કારણે ગુનામાં આવ્યા હતા.
છેલ્લા ૬ મહિનાથી એલસીબી પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા માટે તમામ ફેક્ટર અને મારણજનારની હિસ્ટ્રી તપાસી રહી હતી અને જેમાં પ્રેમ પ્રકરણનું તથ્ય બહાર આવતા પોલીસ સતર્ક થઈને તે દિશામાં એક મહિના સુધી ફિલ્ડિંગ ભરી અને પોલીસના માણસને ચિન્મયના ગ્રુપમાં સામેલ કર્યો અને ત્યારબાદ આરોપી દારૂના શોખીન હોય એટલે એમની અવારનવાર પાર્ટીઓ ચાલતી હતી. પણ આરોપીને શુ ખબર કે આ દારૂની પાર્ટી મારા માટે ફાંસીનો ફંદો બનશે. થયું પણ તેવુ જ નશામાં આવી ને મેં નિલેશને મારી નાખ્યો એવું કહેતાની સાથે પોલીસે બીજા દિવસે વોચ ગોઠવી તમામ આરોપીને ઉઠાવીને જેલની હવા ખવડાવી છે.