નડિયાદના મલારપુરા વિસ્તારમાં છાશવારે ઉભરાતી ગટરો
નડિયાદ માં આવેલા મલારપુરા વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટર ઉભરાય છે આ ગટર નું પાણી રોજ સવારે સાત વાગ્યે ગટરમાંથી બહાર નીકળે છે અને આખા દિવસ દરમિયાન પાણી સુકાઈ જાય છે જ્યારે રાત્રે સાત વાગ્યે ફરી ગટર માથી પાણી બહાર નીકળે છે આ સમસ્યા છેલ્લા એક મહિનાથી છે આ અંગે મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે અને લેખિતમાં પણ કરવામાં આવી છે આ ઉપર ઊભરાતી ગટરથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે
ચોકઅપ ગટરલાઈન ને પગલે દૂષિત પાણી રોડ પર ફરી વળતા લોકો મજબૂરીમાં પાણીમાં થઇને જતા હોય છે અને રોગચાળાની ભીતિ પ્રવર્તી રહી છે આ અંગે પાલિકા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક માં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સચોટ નિકાલ આવતો નથી નગરપાલિકાના આ ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને સ્થાનિક કાઉન્સિલરો સામે પણ આ અંગેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો ન હોવાથી કાઉન્સીલરો સામે પણ મલારપુરા ના વિસ્તાર ના લોકો નો ભારે રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારના રહીશો અને દુકાનદારો ની માંગ છે કે છેલ્લા એક મહિનાથી આ ઉભરાતી ગટરનો કાયમી નિકાલ કરી આપવા તંત્ર ને તેમની રજૂઆત છે. (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )