હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા અકસ્માતની ઘટનામાં પેરાલિસિસનો ભોગ બનેલા કનુભાઈને અનોખી મદદ કરી
જ્યાં સુધી બીમાર રહે ત્યાં સુધી કરિયાણું, દૂધ, અને અન્ય સેવા માટે ની હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા જવાબદારી લેવામાં આવી.
ગત રોજ તા.14/9/2020 ના રોજ હિંદુ યુવા સંગઠન જીવદયા સમિતી ના તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધી પર હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા ના કાર્યકતા જગદીશભાઈ ભોઈ નો ફોન આવ્યો હતો કે છાપરીયા વિસ્તાર માં રહેતા કનુભાઈ ભોઈ તેમનું ગુજરાન કડીયા કામ કરી ને ચલાવતા હતા પરંતુ કોરોના વાયરસ ની વૈશ્વિક મહામારી લોક ડાઉન દરમ્યાન કામકાજ બંધ હતુ અને કનુભાઈ ભોઈ ને આકસ્મિક જમણા ભાગે પેરાલીસીસ ની અસર થઈ અને કનુભાઈ છેલ્લા ૧ મહીના થી પથારીવશ છે અને કનુભાઈ ને સંતાન પણ નથી માટે ઘર ચલાવવામા તકલીફ પડી રહી છે.
આ બાબત ની જાણ જીવદયા સમિતી તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધી એ સંગઠન તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની અને ગોરવભાઈ દરજી ને કરી અને ત્યાર બાદ કનુભાઈ ના ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી તમામ હકીકત જાણ્યા બાદ કનુભાઇ ભોઈ ના ઘરે આજ રોજ ઉતર ગુજરાત અધ્યક્ષ ભુગવેન્દ્રસિંહ કુંપાવત,સાબરકાંઠા જીલ્લા પ્રમુખ સરવીનભાઈ પટેલ,હિંમતનગર શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટેલ,
મંત્રી મિતુલભાઈ વ્યાસ,તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ સોની,જીવદયા તાલુકા પ્રમુખ સંજય ગાંધી, જીવ દયા હિંમતનગર પ્રમુખ ગોપિભાઇ બારોટ, સુનીલભાઈ શાહ,ગોરવભાઈ દરજી,જગદીશભાઈ ભોઈ, તથા અન્ય કાર્યકરો કનુભાઈ ભોઈ ના ઘરે જઈ ૧ મહીના સુધી નુ કરીયાણુ,દુધ ની વ્યવસ્થા કરી આપવામાં આવી તથા ભુગવેન્દ્રસિંહ કુંપાવત એ કસરત કરાવવા ડોકટરશ્રી ની સુવિધા પણ ઘરે ઉપલબ્ધ કરી આપવાનું કહ્યું છે અને જયાર સુધી કનુભાઈ ની પેરાલીસીસ ની બિમારી ની રીકવરી ન આવે ત્યાં સુધી કંઈપણ જરુર પડે તો હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા ના કાર્યકતા શ્રી ને જાણકરવા કહ્યુ. દિલીપ પુરોહિત. બાયડ