રિપોર્ટમાં દાવો- ડિસેમ્બર 2019માં જ અમેરિકા પહોંચ્યો હતો કોરોના વાઇરસ
નવી દિલ્હી, દુનિયાભરમાં કોરોનાથી સંક્રમણનો આંકડો 2 કરોડ 97 લાખ 15 હજાર 706 થયો છે. સારી ખબર એ છે કે સાજા થનારા લોકોની સંખ્યા પણ 2 કરોડ 15 લાખથી વધુ છે, જ્યારે કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા 3 લાખ 38 હજારથી વધુ થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબની છે. હવે વાત કરીએ દુનિયાભરમાં કોરોના વાઇરસ સાથે જોડાયેલી કેટલીક મુખ્ય ખબરોની…
યુએસ સેન્ટર્સ ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, અમેરિકામાં કોરોના વાઇરસની અસર જાન્યુઆરી 2020માં શરૂ થઈ હતી. જોકે એક નવું સંશોધન આ દાવાને નકારી રહ્યું છે. યુસીએલએ અનુસાર, કોરોના વાઇરસ જાન્યુઆરી 2020માં જ નહીં, પરંતુ ડિસેમ્બર 2019માં યુએસ પહોંચ્યો હતો. આ રિસર્ચ જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ પર જાહેર કરવામાં આવ્યું છે.
રિસર્ચ ટીમે જોયું કે 22 ડિસેમ્બર પહેલાં અમેરિકાની ઘણી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. મોટા ભાગના દર્દીઓમાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવાની તકલીફ હતી. અમેરિકામાં પહેલો કેસ જાન્યુઆરીના મધ્યમાં સામે આવ્યો હતો. આ વ્યક્તિ ચીનના વુહાનથી પરત આવી હતી.