ગત છ મહીનામાંથી ભારત ચીન સીમા પર કોઇ ધુષણખોરી નહીં
નવીદિલ્હી, ભારતના પૂર્વી અને પશ્ચિમી સીમા પર તનાવ જારી છે જયાં એક તરફ ચીન સતત પોતાનું વલણ બતાવી રહ્યું છે ત્યાં પાકિસ્તાન તરફથી ધુષણખોરીનો પ્રયાસ કરવામાં આવતો રહે છે પાકિસ્તાની સૈનિક અવારનવાર યુધ્ધ વિરામનો ભંદગ કરતા રહે છે જયારે સરકારે ચોમાસુ સત્ર દરમિયાન રાજયસભામાં જણાવ્યું કે છેલ્લા છ મહીનામાં કેટલીવાર સીમા પર પાકિસ્તાન અને ચીન તરફથી ધૂષણખોરીની ઘટનાને પરિણામ આપવામાં આવ્યું.
સરકારને પુછવામાં આવ્યું કે ગત છ મહીનામાં પાકિસ્તાન અને ચીન તરફથી કેટલીવાર ધુષણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તેના જવાબમાં ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે રાજયસભામાં જણાવ્યું કે પાકિસ્તાન તરફથી ફેબ્રુઆરીમાં શૂન્ય,માર્ચમાં ચાર એપ્રિલમાં ૨૪,મેમાં આઠ જુનમાં શૂન્ય અને જુલાઇમાં ૧૧ વાર ધુષણખોરીનો પ્રયાસ થયો છે.
જયારે ચીન તરફથી ધુષણખોરીની માહિતી આરતા ગૃહ રાજયમંત્રીએ કહ્યું કે ગત છ મહીનામાં ભારત ચીન સીમા પર કોઇ ધૂષણખોરી થઇ નથી એ યાદ રહે કે લદ્દાખ સલીમા પર ચીનની સાથે લાંબા સમયથી સૈન્ય ગતિરિધો જારી છે.HS