અભિનેત્રી સોનમ કપુર જયા બચ્ચનના સમર્થનમાં આવી

નવીદિલ્હી, અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચને આપેલા પોતાના નિવેદન પર હવે સોનમ કપુર તેમના સમર્થનમાં આવી છે મહત્વનું છે કે જયા બચ્ચને રાજયસભામાં હાલમાં કહ્યું હતું કે જે લોકો બોલીવુડથી નામના મેળવે છે તે આગળ ચાલીને તેની છબી ખરાબ કરે છે તેમના નિશાન પર કંગના રનૌત અને રવિ કિશન જેવા લોકો હતાં રવિ કિશને કહ્યું હતું કે ફિલ્મ ઇડસ્ટ્રીઝમાં ડ્રગસનું સેવન થાય છે. દરમિયાન અભિનેત્રી સોનમ કપુરે લખ્યું હતું કે જયારે હું મોટી થઇ જાવ તો જયા બચ્ચન જેવી બનવા ઇચ્છુ છું જયારે ફરહાન અખ્તરે પણ જયા બચ્ચનની પ્રશંસા કરી અને લખ્યું રિસ્પેકટ જયારે પણ જરૂર હોય છે તેઓ આવા મુદ્દા પર ઉભા થાય છે. ફિલ્મ મેકર અનુભવ સિન્હાએ પણ જયા બચ્ચનની પ્રશંસા કરી અને વીડિયો કલિપ શેર કરતા લખ્યું જયા જીને સાદર પ્રમાણ મોકલુ છું જેને ખ્યાલ નથી તે જાેઇલે કરોડરજજુ આવી દેખાઇ છે.અનુભવના ટ્વીટ પરક રિપ્લાઇ કરતા સોનમે લખ્યું જયારે હું મોટી થઇ જાવ તો આવી બનવા ઇચ્છુ છું.HS
![]() |
![]() |