પંજાબ પોલીસે ઉકેલ્યો સુરેશ રૈનાના સંબંધીની હત્યાનો કેસ, 3 આરોપી ઝડપાયા

નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓની હત્યાનો કેસ પંજાબ પોલીસએ ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે.
![]() |
![]() |
જોકે, આ મામલામાં હજુ 11 આરોપી પોલીસની પહોંચથી દૂર છે. પંજાબ પોલીસે કહ્યું કે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ક્રિકેટર સુરેશ રૈના પોતાના સંબંધીની હત્યા બાદ બુધવારે પહેલીવાર પઠાણકોટના ગામ થરિયાલ પહોંચ્યો. પઠાણકોટ પહોંચતા જ સુરેશ રૈનાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. નોંધનીય છે કે સુરેશ રૈનાની ફઈ આશા આ ગામમાં રહે છે. 19 ઓગસ્ટે આ જ ગામમાં સુરેશ રૈનાના ફુઆ અશોક કુમાર અને ફઈના દીકરા કૌશલની હત્યા કરી દેવામાં આવી હતી. સુરેશ રૈનાએ આરોપીઓની ધરપકડ બાદ પઠાણકોટમાં કહ્યું હતું કે, પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. અમને મદદ કરવા બદલ હું પંજાબના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.