ભ્રષ્ટાચારના મામલામાં સજા કાપી રહેલ શશિકલા જેલમાંથી મુકત થઇ શકે છે
ચેન્નાઇ, તમિલનાડુના રાજકારણમાં સ્વ.જે જયલલિતાનો પડછાયો બની પડદાની પાછળથી પોતાની ધાક જમાવનાર વી કે શશિકલા સંભવત જાન્યુઆરી ૨૦૨૧માં બેગ્લુરૂની પરપ્પના અગ્રહારા જેલમાંથી મુકત થઇ જશે તે ભ્રષ્ટ્રાચારના મામલામાં ફેબ્રુઆરી ૨૦૧૭થી ચાર વર્ષની સજા કાપી રહી છે જે જાન્યુઆરી મહીનામાં પુરી થઇ જશે. તેમની મુક્તિ સંબંધી માહિતી બેંગ્લુરૂના વકીલ અને આરટીઆઇ કાર્યકર્તા નરસિમ્હા મૂર્તિની આરટીઆઇના જવાબથી મળી જેલ પ્રશાસનથી તેમને પ્રાપ્ત જવાબ હેઠળ વી કે શશિકલાની મુક્તિની તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ છે. વકીલ અનુસાર જાે શશિકલા તેમના પર લગાવવામાં આવેલ અર્થદંડ ભરી દે તો ઉપરોકત તારીખ પર મુકત થઇ શકે છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમની મુક્તિ ૨૦૨૨ સુધી ટળી શકે છે આ સાથે મુક્તિની તારીખ શશિકલાના ભાવી પેરોલ અરજી પર પણ નિર્ભર રહેશે જાે તે પરોલની અરજી કરે છે અને તે મંજુર થઇ જાય તો તે મુદ્તને સજાવિધમાં સામેલ કરવામાં આવશે નહીં.
એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં ભ્રષ્ટાચારના મામલામાં કર્ણાટક હાઇકોર્ટથી મુકત થયેલ શશિકલા અને બે સાથીઓની ચાર વર્ષની સજા અને ૧૦ કરોડના દંડની જાેગવાઇથી મુકત કરવામાં આવેલ શશિકલા અને બે સાથીઓની ચાર વર્ષની સજા અને ૧૦ કરોડની દંજની સજાની પુષ્ટી કરી દીધી હતી તે સજા નીચલી કોર્ટે સુનાવણી હતી જેને હાઇકોર્ટે પલટી દીધા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઇ હતી.
શશિકલાના વકીલને આશા છે કે જેલમાં સારા આચરણના કારણે આ મહિનાના અંત અથવા ઓકટોબર મહીનાની શરૂઆતમાં શશિકલાને જેલમાંથી મુકત કરવામાં આવે તેવી સંભાવના છે એ યાદ રહે કે કર્ણાટક પ્રિજનની વરિષ્ઠ પોલીસ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે જેલમાં શશિકલાને વિશેષ ટ્રીટમેંટ મળી જેમાં પાંચ કક્ષ તેમના માટે ખાલી કરવામાં આવ્યા જેલમાં સ્વતંત્ર રીતે વિચરણ કરવા જેવી આરોપ સામેલ હતાં.કર્ણાટક સરકાર દ્વારા રચાયેલ વિનયકુમાર તપાસ પંચે પણ ડી રૂપાના આરોપીની પુષ્ટી કરી હતી. શશિકલા જેલમાંથી મુકત થયા બાદ મુખ્યમંત્રી ઇ કે પલનીસ્વામી અને નાયબ મુખ્યમંત્રી માટે મુસીબત બને શકે છે.HS