નેપાળમાં ભૂકંપનો તીવ્ર આંચકો, બિહારના જીલ્લાઓમાં અસર
પટણા, બિહારમાં આજે સવારે નેપાળ સરહદે આવેલા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં બિહારના સહરસા,પૂર્વ ચંપારણ મુઝફફરપુરમાં ઘરા ઘ્રુજી હતી સવારે ૫.૦ કલાકે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. કાઠમંડી પાસે ૧૦ કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હતું જાે કે હજુ સુધી કોઇ જાનમાલના નુકસાનના અહેવાલ નથી રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે પોતાની એક ટ્વીટમાં કહ્યું હતું કે પાલન સિંધુપલચૌક જિલ્લામાં આજે સવારે ૫.૧૯ વાગે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો નેપાળના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા મહેસુસ થયા છે.જાે કે લોકો ભયને કારણે ઘરની બહાર આવી ગયા હતાં. સિંધુપલચોકના એસપી રાજન અધિકારીએ કહ્યું કે અમે પહેલેથી જિલ્લાના તમામ વોર્ડના સંપર્કમાં છીએ કયાંય કોઇ નુકસાનના ખબર નથી એ યાદ રહે કે નેપાળમાં ૨૦૧૫માં આવેલ ૭.૯ તીવ્રતાના ભૂકંપમાં લગભગ ૧૦ હજાર લોકોના મોત નિપજયા હતાં અને હજારો લોકોને ઇજા થઇ હતી ભૂકંપનું કેન્દ્ર સિંધુપલ ચોક હતું જયાં સૌથી વધુ નુકસાન થયું હતું.