૬૦ લાખનું દહેજ લેવા માટે પત્ની સાથે મારપિટ કરતા પતી અને સાસુ સસરા વિરૂધ્ધ ફરિયાદ
મહેસાણા, મહેસાણાના વિસનગર રોડ પર આવેલ સોમેશ્વર યુનીહોમ્સ ખાતે રહેતી પરિણીતાને ૬૦ લાખના દહેજ માટે મારઝુડ કરનાર પતી સહિત સાસુ સસરા વિરૂધ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે આ ફરિયાદના આધારે પોલીસ સ્ટેશને મહિલાને ન્યાય આપવા તપાસ શરૂ કરી છે.
આ દહેજ કેસની વિગત એવી છે કે તેજલબેન પટેલના લગ્ન ૬ વર્ષ અગાઉ બી ૧૧૧૯ સોમેશ્વર યુનીહોમ્સ એસ્સાર પેટ્રોલ પંપની સામે વિસનગર રોડ મહેસાણા ખાતે રહેતા ધ્રુવ પટેલ સાથે થયા હતાં તેમના લગ્નના જીવનના શરૂઆતના સમયમાં તેજલ પટેલને તેમના પતી સારી રીતે રાખતા હતાં પરંતુ ત્યારબાદ સમય પસાર થતા તેમના સાસુ સસરાનો વ્યવહાર બદલાવા લાગ્યો તારીખ ૮-૪-૨૦૨૦ના રોજ તેજલબેન પટેલના સાસુ સસરાએ તેમના દિકરાને ચઢામણી કરી તેની સાથે મારપીટ કરાવી હતી.
જેથી પીડિત મહિલાએ બુમાહુમ કરતા આજુબાજુના માણસો ભેગા થઇ તેમને છોડાવી દીધા ત્યારબાદ તેજલબેનના સાસુ સસરાએ તેમના દિકરાને કહ્યું હતું આ રખડેલીની છે માટે આને જાનથી મારી જેથી બીકને કારણે તેજલબેન પટેલ તેમના સાસરામાંથી તેમના પીયર જતાં રહ્યાં હતાં ત્યારબાદ તે તેમની ચાર વર્ષની દિકરીના કારણે તેમના સાસરે ગયા ત્યારે તેમના પતીએ જણાવ્યું કે તુ દહેજમાં કંઇ લાવી નથી જેથી તુ મને પસંદ નથી જાે તારે આ ઘકરમાં રહેવું હોય તો તારે ૬૦ લાખ રૂપિયા તારા બાપાના ઘરેથી લાવવા પડશે કેમ કે મારે ગાંધીનગર ખાતે એક ફલેટ લેવો છે
જેથી તેજલબેન દહેજની મનાઇ કરતા ફરીથી તેમના પતીએ અને સાસુએ મારઝુડ કરી હતી અને ઘરમાંથી બહાર કાઢી મુકતા કહ્યું કે પૈસા વગર આ ઘરમાં આવતી નહીં અને તારી છોકરીને પણ અહિંથી લઇ નીકળી જા બાદમાં સમાજના લોકોએ પણ આ સમસ્યાનું સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇ સમાધાન ન નીકળતા તેજલબેને તેમના અને તેમની ચટાર વર્ષની દિકરીના ડોકયુમેન્ટ જે તેમના સાસરે પડયા હતાં તે લેવા ગયા ત્યારે પણ દહેજની માંગ કરી હતી અને તેને માર મારી મારઝુડ કરી હતી આથી કંટાળીને તેજલબેને મહેસાણા એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ ધ્રુલવ પટેલ સસરા કૌશીકભાઇ પટેલ અને સાસુ ગીતાબેન પટેલ વિરૂધ્ધ દહેજ પ્રતીબંધ અધિનિયમ ૪ મુજબ અને આઇપીસીની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે.પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.