Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની 113 મા જયંતી ઉજવાઈ

શ્રી મુકતજીવન સ્વામીબાપાની ડ્રાયફુટથી તુલાવિધિ કરવામાં આવી.

સમગ્ર વિશ્વમાંથી કોરોનાવાયરસ ની ઉપાધિ ટળે એ માટે મહંત સ્વામી શ્રી એ પ્રાર્થના કરી

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૩ મી પ્રાગટ્ય જયંતી તા.૧૭ સપ્ટેબર ને ગુરુવાર ના રોજ તેમના પ્રથમ પટ્ટશિષ્ય મહંત સદગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કુમકુમ – મણિનગર અને નાદરી ખાતે ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવનો સૌ કોઈ દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ યુટુયબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૧૭ ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી મુકતજીવન સ્વામીબાપાનું ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી મહા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુષ્પ, શર્કરા, પુંગીફલ,ગોળ અને ડ્રાઈફુટ, અને વિવિધ ફુટથી તુલાવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી મુકતજીવન સ્વામીબાપા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જીવનપ્રાણ સ્વામીબાપાએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧ર૯ જેટલા ત્યાગી સંતો બનાવ્યા છે.જેમાં સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા સંતને સૌ પ્રથમ દિક્ષા આપીને તેમને સાથે લઈને સારાય ગુજરાતમાં અને વિદેશની ભૂમિ ઉપર વિચરણ કર્યું છે.

ભારતીય સંસ્કૃતિનો અને હિન્દુ ધર્મનો પ્રચારને પસાર કરવા માટે આફિકા, યુરોપ ને અમેરિકાની ધરતી ઉપર સૌ પ્રથમ તેઓ પધાર્યા અને પ્રજાને જ્ઞાન – દાને મુક્તિ આપી છે. જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં સૌ પ્રથમ સભા સંબોધીને ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કર્યો હતો. તેમ જીવનપ્રાણ સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર ૧૭ – ૧૦ -૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આરબ દેશોમાં પણ અબુધાબી, – શારજહા આદિ વિવિધ સ્થળોએ પણ વિચરણ કર્યું. તેઓ જ્યાં – જ્યાં પધારે ત્યાં હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી સૌ ધર્મના લોકો તેમના દિવ્ય પ્રતાપે ખેંચાઈ આવતા હતા.

ઈ.સ. ૧૯૫૭માં પ્રેમીભક્તોએ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણતુલા અને ઈ.સ. ૧૯૬૭માં પ્લેટીનમ તુલા કરી હતી. સ્વામીબાપાએ દાનમાં આવેલ દરેકે – દરેક પાઈને સમાજસેવાના કાર્યમાં વાપરી દીધી હતી અને શાળા- કોલેજો,હોસ્પીટલોનું સર્જન કર્યું હતું
જીવનપ્રાણ સ્વામીબાપાને ગુજરાત ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાઘ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. અને સાધુ – સંતોએ તેમનેસનાતન ધર્મ સમ્રાટ, ભારતભાસ્કર જેવી અનેક ઉપાધિઓ આપીને નવાજયા છે.

જીવનપ્રાણ સ્વામીબાપયાએ પોતાના જીવનકાળ દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ પ્રવૃત્તિઓના માર્ગો પર નવી ક્રાંતિ આણીને મુખ્ય ઘોરી માર્ગ બાંધી આપ્યો છે. જેથી આજે અનેક સંતો મહાત્માઓ તેમના માર્ગે ચાલીને જન સમાજનાં કાર્યો કરી પ્રજાને ઉધ્વમાર્ગે દોરે છે. તો આપણે પણ તેમના જીવન સંદેશ પ્રમાણે જીવન જીવીએ અને સુખીયા થઈએ.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.